સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળી તાલુકાના ગઢાદ ગામના વળાંક પાસે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે મીની ટ્રાવેલ્સ થાનગઢથી મુળી તરફ આવી રહી હતી, ત્યારે બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેના મોત અને બે વ્યક્તિઓને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદ ગામ પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત - વરસાદી માહોલ
સુરેન્દ્રનગરના મુળી તાલુકા ગઢાદ ગામ પાસે વળાંકમાં વરસાદી માહોલ વચ્ચે બાઈક અને મીની ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવારની સાથે એક શખ્સ મળીને બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદ ગામ પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત
મૃતક બંને શખ્સોની મૃતદેહને પીએમ અર્થે મૂળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, અકસ્માતના પગલે મૂળી પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.