- ચોટીલાના સોની વેપારીએ કર્યો આપઘાત
- નાણાંની ભીંસમાં આત્મહત્યા કરી હોવાની આશંકા
- નાણા ફસાયાના લીસ્ટ સાથેની મળી સુસાઇડ નોટ
સુરેન્દ્રનગરઃ ચોટીલામાં સોનીની દુકાન ધરાવતા સોની હસમુખ વનમાળી દાસે તેમના ઘરે માતાજીનાં ઓરડામાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. હસમુખ વનમાળીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા પરિવારમાં શોકની લાગણી છવાયેલી છે. મૃતકને બે પુત્ર છે, તે બંન્ને પરણિત છે. મૃતકનો મોટો પુત્ર સુરેન્દ્રનગર રહે છે. મૃતક અને તેની પત્ની બંને નાના પુત્ર સાથે ચોટીલા રહી ઘણા વર્ષોથી આણંદપુર રોડ ઉપર સોના-ચાંદીનો વ્યવસાય કરે છે. આત્મહત્યા કરતા પરિવારમાં કરૂણ આક્રદ છવાયેલો છે.
ચોટીલાના સોની વેપારીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા આત્મહત્યા પહેલા મૃતકે લખી સુસાઇડ નોટ
આત્મહત્યાનું અંતિમ પગલું ભરતા પહેલા સુસાઇડ નોટ લખેલી છે. પોલીસે સુસાઇડ નોટ કબજે લઈ મૃતદેહનું પીએમ કરાવી પરિવારની પ્રાથમિક પુછપરછ કરી છે. મૃતકની અંતિમવિધી પુર્ણ થયા બાદ વિશેષ નિવેદનો લેવાશે. હાલ ઉઘરાણી ફસાતા આર્થિક સંકડામણ અને લેતીદેતીને કારણે પગલુ ભર્યાનું જાણવા મળે છે. પરીવારે ઉઘરાણીને કારણે આત્મહત્યા ન કરે પણ કોઇ પ્રેશરને કારણે કર્યા હોવાની શંકા દર્શાવી છે. ફસાયેલા પૈસા સાથેની સુસાઇડ નોટ અને સોની વેપારીની આત્મહત્યાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
ચોટીલાનાં સોની વેપારીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા