સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણ GIDC ખાતે બીજી વખત ચોરીની ઘટના સામે આવતા ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વઢવાણ ખાતે સલામતી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી LCB ખાતાના PI. ડી.એમ. ધોલ, બી.ડિવિઝનના PSI. પી.વી, મકવાણા, સાઇબર ક્રાઇમના પંડ્યા સાહેબ દ્વારા ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરેન્દ્રનગર પોલીસે ઉદ્યોગકારોને માટે યોજી માર્ગદર્શન શિબિર - Surendranagar latest news
સુરેન્દ્રનગરના વઢવાણ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોલ ખાતે GIDCમાં ચોરી થતા પોલીસ ડિપાર્ટમેન્ટ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે સલામતી અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉદ્યોગકારોને ક્યાં ક્યાં પ્રકારની સુરક્ષા રાખવી, ચોરીની ઘટના બનતા અટકાવવા કેવા પ્રકારની સાવધાની તથા કેવા પ્રકારે તકેદારી દાખવવીએ વિશે વાત કરવામાં આવી હતી. આ સિવાય મોબાઇલ હેકીંગ, મોબાઇલ ટ્રેકીંગ, CCTV કેમેરા, ફેક્ટરીમાં ક્યા પ્રકારની સિક્યુરીટી રાખવી વગેરે માહિતી આપી હતી. વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુમિત પટેલે વઢવાણ GIDC વિસ્તારમાં CCTV લગાવવા રાત્રીના સમયગાળા દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ ચોરીની ઘટનાને અંજામ આપનાર ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ ચોરીની ઘટના અંગે સુરેન્દ્રનગર બી.ડિવિઝનના પી.એસ.આઇ. મકવાણાએ ઉદ્યોગકારોને ખાત્રી આપતા જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ ઝડપથી ચાલી રહી છે. ચોરીને અંજામ આપનાર ઇસમોને પકડીને કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ ખાત્રીથી ઉદ્યોગકારએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કાર્યક્રમમાં GIDC વિસ્તારના 150થી પણ વધારે સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.