ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના દસાડા માર્ગ પર અકસ્માતમાં 2ના મોત - Surendranagar road accident

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા રોડ પર અચાનક કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કાર પલટી મારતા કારમાં સવાર બંને યુવાનના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

સુરેન્દ્રનગરના દસાડા માર્ગ અકસ્માતમાં 2ના મોત

By

Published : May 28, 2019, 12:34 PM IST

સુરેન્દ્રનગર દસાડાથી બહુચરાજી જવાના રોડ પર આવેલા વાલેવડા ગામના વળાંક પાસે કારનું ટાયર ફાટતા પલટી મારી હતી. જેમાં કારમાં સવાર શંખલપુરના 29 વર્ષના ગોવિંદ બળદેવ ઠાકોર અને હાસલપુરના જીવાંજી ભગાજી ઠાકોરના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારનું ટાયર ફાટતા કાર પલટી મારી જતાં થોડીવાર માટે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

જો કે, દસાડા પોલીસને આ સમગ્ર ઘટના અંગેની જાણ થતાં PSI સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને ટ્રાફિક સમસ્યા નિવારી બંને મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

સુરેન્દ્રનગરના દસાડા માર્ગ અકસ્માતમાં 2ના મોત

ABOUT THE AUTHOR

...view details