22 વર્ષના યુવકે કામધંધાની ફીકરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો સુરત : સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં 22 વર્ષીય યુવકે કામધંધો નહીં મળતા તાપીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કામધંધાની ફીકરમાં યુવક તાપીમાં કૂદી પડ્યો તે સમયે જોકે રાહદારીની નજર જતા જ તેને બચાવવા માટે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા તેને બચાવી હોસ્પિટલ મોકલ્યો હતો.
યુવકને પગમાં મોચ આવી ગઇ હતી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો રાહદારીએ બચાવવા પ્રયત્ન કર્યો : રાહદારીઓની નજર પડતા ફાયર વિભાગને જાણ કરી સુરત શહેરમાં દિવસે દિવસે આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો નાની નાની વાતને લઈને આપઘાત કરી રહ્યા છે. આ આપઘાતની ઘટનાઓમાં કિશોર કિશોરીઓ પણ આપઘાત કરી રહ્યા છે. તેવી જ રીતે ગઈકાલે રાતે કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોટા વરાછાને જોડતો તાપી બ્રિજ ઉપર એક યુવકે તાપીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેનો પેન્ટ પુલ ઉપર પાળી બનાવામાં આવેલ જાળી ઉપર ફસાય ગયો હતો. ત્યાં એક રાહદારીની નજર જતા તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શક્ય બને તેમ ન હતું.
આ પણ વાંચો Surat Accident : તાપી નદીના પુલ પર ટેમ્પો લટકાયો, એકનું મૃત્યુ
ફાયરની ટીમે રેસ્ક્યૂ કર્યું :યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યાં બાદ અંતે રાહદારી ફાયર વિભાગને જાણ કરતા વિભાગની ત્યાં આવી પહોંચી હતી. એટલામાં જ આપઘાતનો પ્રયાસ કરનાર યુવક તાપી નદીમાં પટકાયો હતો જેથી ફાયર વિભાગ તેનું રેસ્ક્યુ કરીને 108 એમ્બયુલેન્સમાં સ્વીમેર હોસ્પિટલ મોકલ્યો હતો.તેને બચાવવાના પ્રયાસમાં એક ફાયર ઓફિસર ઇજાગ્રસ્ત થયાં હતાં.
યુવકને શોધવા જતા બ્રિજના પિલર પકડી ઉભો જોવા મળ્યો હતો : આ બાબતે કાપોદ્રા ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, ગઈકાલે રાતે 11 વાગ્યે અમને અજય નામના એક વ્યક્તિએ ફાયર કંટ્રોલમાં આ બાબતની જાણ કરી હતી. જેથી અમે કાપોદ્રા બ્રિજ ઉપર એટલે કે કાપોદ્રાથી મોટા વરાછાને જોડતો બ્રિજ ઉપર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં યુવક તાપીમાં પડી ગયો હતો અને તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે નજરે જોવા મળ્યો ન હતો.જેથી અમે અમારી બોટ દ્વારા તાપીમાં યુવકને શોધવા માટે ગયા હતા. ત્યારે યુવક બ્રિજના પિલર પકડી ઉભો જોવા મળ્યો હતો. આ ઘટનામાં અમારા ફાયર ઓફિસર રાહુલ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો સુરતઃ 16 વર્ષીય કિશોરનું તાપી નદીમાં ડૂબી જતાં થયું મોત
યુવક કામધંધો ન હોવાથી આપઘાત કરવા પહોંચ્યો હતો : વધુમાં જણાવ્યું કે, આ યુવક નીચે કૂદયો હતો ત્યારે લગભગ તે કાદવમાં પડ્યો હતો જેથી તેના પગમાં મોચ પણ આવી ગઈ હતી. જેથી અમે તેને બહાર લાવી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલ્યો હતો. તેને પગમાં મોચ હતી જેથી અમે તેને પૂછ્યું હતું કે શા માટે આપઘાત કરી રહ્યો હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે, ઘણા દિવસથી મને કામ ધંધો મળી રહ્યો નથી. હું શું કરું તો મારુ ગુજરાન ચાલે તેની ચિંતા છે.જોકે હાલ આ મામલે કાપોદ્રા પોલીસને પણ જાણ કરવામાં આવી છે તેઓ વધુ તપાસ કરશે.