ઓલપાડ તાલુકાના દાંડી ગામ નજીકથી પસાર થતા દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉઠી રહ્યા હતા. દરિયો ગાંડોતૂર બની છેક ગામ નજીક આવી ગયો હતો. ગામના યુવાનો અને આગેવાનો દરિયા કિનારે દોડી આવી દરિયાના રોદ્ર રૂપને જોતા રહ્યા હતા. ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે અમાસ અને પૂનમની ભરતી સમયે દરિયાના પાણી તેમના ગામ સુધી આવે છે. પરંતુ અગિયારસના દિવસે આજદિન સુધી પાણી આવ્યા નથી.
દાંડી ગામે દરિયો બન્યો ગાંડોતૂર, બેદરકાર યુવાનો દરિયા નજીક સેલ્ફી લેતા દેખાયા - selfie
સુરતઃ અરબ સાગરમાં ‘વાયુ’ નામનું વાવાઝોડું સક્રિય થતા છેલ્લા બે દિવસથી રાજ્યનું વહીવટી તંત્ર કામે લાગ્યું હતું અને કુદરતી આફત સામે બાથ ઝીલી હતી. જોકે હવે વાયુની દહેશત ભલે ના હોય પરંતુ તેની અસર ઓલપાડના દરિયા કિનારે જોવા મળી હતી. દરિયો ગાંડોતૂર બન્યો હતો અને 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. પવન સાથે વરસાદ વરસતા દરિયા કિનારે આવેલા ગામોની સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
આજે સવારથી દરિયો ગાંડોતૂર બની ગામ નજીકથી જોખમી રીતે વહેતા લોકો પણ ચકિત થઇ ગયા હતા. દરિયાના પાણી ઝીંગા તળાવના પાળા સાથે અથડાઈ રહ્યા હતા. ઝીંગા તળાવના માલિકો પણ ચિંતામાં મુકાયા હતા. જોકે બપોર સુધી કોઈ અઇચ્છનીય ઘટના બની ન હતી. પરંતુ પવન સાથે વરસાદના ઝાપટા સતત આવતા હતા. તો કેટલાક યુવાનો જોખમી રીતે વહેતા દરિયાના પાણી નજીક જઈને સેલ્ફી લેતા પણ નજરે જોવા મળ્યા હતા.
સાથે જ સ્થાનિક પોલીસ સહીત જિલ્લા કલેક્ટરની ટીમ સતત રાત-દિવસ વાવાઝોડા મુવમેન્ટ પર નજર રાખી ગામડાના લોકોને સત્ય વાતોથી વાકેફ કર્યા હતા. લોકોને સજાગ રહેવા સતત ગામડાના સરપંચ અને તલાટીને કામે લગાવી યશસ્વી કામગીરી કરી હતી. જોકે હવે રાહતના સમાચાર એ છે કે, વાયુ હવે આગળ નીકળી ગયું છે અને હવે તંત્ર નિરાંત બન્યું છે.