સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરાયેલી મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. મૃતક યુવક કોણ છે અને તેની હત્યા કોણે કરી છે. તે તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, યુવકનો મૃતદેહ મળી આવતા ત્યાં ચકચાર મચી જવા પામી છે.
Surat Crime: પાંડેસરા વિસ્તારમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા - Pandesara area Surat
સુરતમાં એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા તિરુપતિ ઇન્ડસ્ટ્રી નજીક આવેલા ખુલ્લા મેદાનમાં એક યુવકની મૃતદેહ મળી આવ્યો હતો.
Published : Oct 18, 2023, 3:59 PM IST
કાફલો ઘટના સ્થળે:સુરતમાં એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા તિરુપતિ ઇન્ડસ્ટ્રી નજીક આવેલા ખુલ્લા મેદાનમાં એક યુવકની મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. મૃતક યુવાને જીન્સનું પેન્ટ તેમજ શર્ટ પહેર્યો હતો. તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે હાલ ઘટના સ્થળે પહોચી છે. આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ડીસીપીએ શુ કહ્યું: આ અંગે ડીસીપી વિજયસિંહ ગુજ્જર એ જણાવ્યું હતું કે પાંડેસરાના તિરુપતિ ઇન્ડસ્ટ્રી પાસે એક મૃતદેહ મળી આવ્યો છે. આશરે 25 થી 30 વર્ષનો યુવાન છે. અત્યાર સુધી ઓળખ થઈ શકી નથી. સવારે 11:00 વાગ્યાના અરસામાં અમને અંગે જાણકારી મળી હતી. ડોગ સ્કોડ અને ફોરેન્સિક ટીમને જાણકારી આપવામાં આવી હતી અને તે ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી છે. નજીકના સીસીટીવી ની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અનુમાન છે કે હત્યા કરવામાં આવી છે.