ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બાઇક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ - ઘટના CCTVમાં કેદ

સુરત: શહેરમાં વેસુ વિસ્તારમાં બાઈક સ્લીપ થઇ જતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાંના CCTV કેમેરામાં કેદ થઇ હતી.

સ્પોટ ફોટો

By

Published : Sep 27, 2019, 5:55 PM IST

સુરતના પાંડેસરાના કૈલાસ નગરમાં રામવિકાસ મહેશ યાદવ માસીઆઈ ભાઈ સાથે રહેતો હતો અને ડુમસમાં કામ કરતો હતો. આજે તે ડુમસથી બાઈક પર ઘરે ટિફિન લેવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન વેસુના વીઆઈપી રોડ પર બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેમાં રામવિકાસ 20 મીટર સુધી ઢસડાયો હતો અને તેનુ માથુ ડિવાઈડર સાથે અથડાયું હતું. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં બાઇક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ

મૃતક રામવિકાસના લગ્ન આગામી મેં મહિનામાં નક્કી કરવામાં આવ્યા હતાં, ત્યારે મોતની જાણ પરિવારને કરવામાં આવતા શોકનો માહોલ છવાયો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details