ઉન વિસ્તારમાં કાપડની દુકાન ચલાવતી સલમાં ખાનની ત્રીજા નંબરના શોહર દ્વારા હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર સલમાના આ ચોથા નિકાહ થયા હતા. જો કે, તેણીએ પૂર્વ પતિને તલાક આપ્યા વગર જ ચોથા લગ્ન કરી લીધા હતા. જેથી પૂર્વ પતિ યુનુસ ઉર્ફે ઇસ્માઇલ પઠાણે અંગત અદાવતમાં તેણીની હત્યા કરી નાખી છે. થોડા દિવસ પહેલા સલમા ખાને અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં અંગત અદાવતમાં મહિલાની ત્રીજા શોહર દ્વારા હત્યા કરાઈ - gujarati news
સુરત: સચીન GIDC વિસ્તારમાં એક મહિલાની ત્રીજા શોહર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં સચીન GIDC પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મહિલાના મૃતદેહને પોસમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધારી છે.
પોલીસ તપાસમાં હાલ વિગતો સામે આવી છે કે, અંગત અદાવતમાં મોડી રાત્રે પૂર્વ પતિ યુનુસ દ્વારા તીક્ષ્ણ ચપ્પુના ઉપરાછાપરી આઠ જેટલા ઘા ઝીંકી સલમાંની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સલમાના ગળાના ભાગે આશરે પાંચ ઇંચ જેટલો ઊંડો ઘા પણ કરવામાં આવ્યો હતો. જ્યારે શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આરોપી ફરાર થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાએ પૂર્વ પતિ વિરુદ્ધ અઠવા પોલીસ જે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આપવાની અડાવતે તેણીની હત્યા કરવામાં આવી હોવાનું હાલ અનુમાન પોલીસ લગાવી રહી છે. જો કે, હત્યારા પતિની શોધખોળ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.