ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીથી જલગાવ જઈ રહેલી મહિલાનું ટ્રેનમાં મોત - Jalgaon

વાપીથી પોતાના વતન જલગાવ જઈ રહેલા મહિલાનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ મહિલા વહેલી સવારે બાંદ્રા ગોરખપુર ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં વાપીથી ટ્રેનમાં બેસીને વતન જઈ રહ્યા હતા. જે દરમિયાન અચાનક સુરતનું ભેસ્તાન રેલવે સ્ટેશન આવવાની 15 મિનિટ પહેલા મહિલાના છાતીમાં દુઃખાવો થયો હતો. મહિલા બેભાન થઈ જતા ભેસ્તાન રેલવે સ્ટેશન પર ઉતારી 108 મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હજાર તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.

Bhestan Railway Station
Bhestan Railway Station

By

Published : Jan 22, 2021, 7:52 PM IST

  • લોકડાઉન બાદ પહેલીવાર પોતાનું વતન મહારાષ્ટ્રના જલગાવ
  • બાંદ્રા ગોરખપુર ટ્રેનમાં મહિલા છાતીમાં અચાનક દુઃખાવો થતો
  • ફરજ પર હાજર તબીબોએ મીરાને મૃત જાહેર કરી

સુરત : સેલવાસ બ્રહ્માંડ એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય મીરા માળી 2 બાળકો સહિત પતિ સાથે રહે છે. મીરાના પતિ અશોક વાપી ખાતે નોકરી કરે છે. લોકડાઉ બાદ પહેલીવાર પોતાના વતન મહારાષ્ટ્ર જલગાવ જવાનું નક્કી કર્યું હતું. મીરા અને તેમના પતિ અશોક વતન જવા શુક્રવારે વહેલી સવારે બાંદ્રા ગોરખપુર ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં વાપીથી ટ્રેનમાં મારફતે રવાના થયા હતા.

મહિલાને 108 મારફતે સારવાર અર્થ નવી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી

જે દરમિયાન સુરતનું ભેસ્તાન રેલવે સ્ટેશન આવવાની 15 મિનિટ પહેલા મીરાના છાતીમાં અચાનક દુ:ખાવો થવા લાગયો હતો. દુઃખાવો થતા મહિલા બેભાન થઈ ગઈ હતી. મહિલાને ભેસ્તાન રેલવે સ્ટેશન પર ઉતરી 108 મારફતે સારવાર અર્થ નવી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ મીરાને મૃત જાહેર કરી હતી.

મહિલાનું છાતીમાં દુઃખાવો ઉપડતા મોત થયું

પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે

પોતાના વતન જઈ રહેલા મહિલાનું અચાનક મોત થઇ જતા પરિવારમાં શોક છવાયો છે. મીરાના પતિ અશોકે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમે લોકો વાપીથી વતન જલગાવ જઈ રહ્યા હતા, જે દરમિયાન ભેસ્તાન સ્ટેશન પહેલા મારી પત્નીને છાતીમાં અચાનક દુઃખાવો ઉપડ્યો હતો. હું અને મારી પત્ની ડૉકટર ડૉકટર કરતા હતા, પણ ટ્રેનમાં કે પ્લેટફોર્મ પર સારવાર મળી ન મળી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો

ઘટનાની જાણ થતા રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. મહિલાનું પોસ્ટમોર્ટમ થયા બાદ નવી સિવિલ હોસ્પિટલના CMOના ડૉ. દિનેશ મંડલે મહિલાના મોતનું કારણ ર્હદય રોગના હુમલાને કરાણે થયું હોય તેવી શક્યતા હોવાનું જણાવ્યું હતું. ડૉક્ટર દ્વારા લેવામાં આવેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details