મનુષ્ય જીવનમાંથી વિઘ્ન હરનાર એવા વિઘ્નહર્તા ગણેશજીને જ વિસર્જન વખતે ઘણાં વિઘ્નો નઢતા હોય છે. જેનું કારણ છે પી.ઓ.પી દ્વારા બનાવવામાં આવતી પ્રતિમાઓ. આ પ્રતિમાઓને કારણે નદીઓમાં ઘણું પ્રદૂષણ ફેલાતું હોય છે. ત્યારે સુરતીઓ દ્વારા પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણને ડામવા તાપી નદીની દુદર્શા રોકવા માટે માટીના શ્રીજીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. સુરતના માંગરોલ તાલુકાના પીપોદરા ગામે આવેલી એક ગૌશાળાના સંચાલકો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ગૌમય કાસ્ટ અને ગૌમૂત્રમાંથી દુખહર્તાની આકર્ષક પ્રતિમાઓ બનાવાઈ છે.
સુરતમાં પર્યાવરણને અનુલક્ષીને ઈકોફ્રેન્ડલી મૂર્તિ કરાઈ તૈયાર - Ganapati
તાપીઃ સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો પર્વ હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે. ગણેશોત્સવને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે, સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સુરતીઓ આ વર્ષે ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરશે. શું હશે આ વખતે ખાસ, વાંચો આ અહેવાલમાં...
હિન્દુ સંસ્કૃતિમાં દરેક તહેવારોનું અલગ મહત્વ હોય છે. એક સામ્યતાએ છે કે દરેક તહેવારની શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીનું નામ લઈને કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથી માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલા એલ.બી.ગૌક્રાંતિ સંસ્થા દ્વારા ગાયના છાણ થકી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌશાળા દ્વારા ગૌમય કાસ્ટમાંથી અને ગૌમૂત્રમાંથી 10 ઈંચની 1001 પ્રતિમાંઓ તૈયાર કરવામાં આવી છે. જેને ખરીદવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યાં છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે તેના વિસર્જન બાદ પાણીનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે.