સુરત: કામરેજના નનસાડ ખાતે રહેતા હીરા મજૂરી કરતા શખ્સે વરાછા રોડ પર આવેલા મિત્રના ગલ્લા પરથી સિગારેટ પીધા બાદ કારીગરે પૈસા માંગ્યા પરંતુ મિત્રનો ગલ્લો હોય પૈસા આપ્યા નહી. જે અદાવત રાખી ગલ્લા માલિકના ભાઈ સહિતની ટોળકીએ અગાઉથી જ રચેલા ષડયંત્ર મુજબ હીરા મજૂરી કરતા શખ્સને ફોન કરી ખડસડ ગામ નજીક બોલાવ્યો. ત્યાર બાદ બાઈક પર બેસાડી નજીકમાં આવેલા ગેરેજમાં લઈ જઈ ચાર વ્યક્તિઓ મળીને લોખંડના પાઇપ વડે માર મારી હાથ-પગમાં ચાર જગ્યાએ ફેક્ચર કરી નાખ્યુ હતું.
શું હતો મામલો: સંત સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર થળેસાની હીરા મજૂરી દરમ્યાન ખડસડ ગામે રહેતા વિજય હગર સાથે મુલાકાત થઈ હતી. વિજ્યનો ભાઈ બાલા હગર વરાછા ગીતાંજલી કોહિનૂર નજીક પાનનો ગલ્લો ચલાવે છે તેમની સાથે પણ મિત્રતા હતી. ગત 24 જુલાઈના રોજ જીતેન્દ્રભાઇએ વરાછા રોડ ગીતાંજલી સોસાયટી પાસે આવેલા બાલા હગરના ગલ્લા પરથી સિગારેટ લીધા બાદ ગલ્લા પર હાજર કારીગરે પૈસા માંગતા જીતેન્દ્રભાઈએ બાલા હગર સાથે પોતાની વર્ષો જૂની મિત્રતા હોય પૈસા આપવાની ના પાડતા તેની સાથે ઝગડો થયો હતો.
સમાધાનને બહાને યુવકને બોલાવ્યો:પૈસાના બાબતે થયેલા ઝગડાની વાતની જાણ વિજય હગરને થતા સમાધાન માટે શુક્વારે બપોરે એકાદ વાગ્યે જીતેન્દ્રભાઈને વિજ્ય હગરે ફોન કરી ખડસડ ખાતે આવેલા તેના ગલ્લે આવવા કીધુ હતું. જેથી જીતેન્દ્રભાઈ તેમની મોટર સાઇક્લ નંબર GJ14C-6920 લઈને ખડસદ ખાતે પહોંચ્યા. જ્યાં અગાઉથી જ હાજર વિજ્ય હગર, તેનો કારીગર મહેશ, પ્રવીણ લખું તેમજ અન્ય એક અજાણ્યા શખ્સની હાજરીમાં જીતેન્દ્રભાઈને વિજ્ય હગરે મારા ભાઈના ગલ્લા પર જઈને મફ્તમાં સીગારેટ પી છે. તું દાદો થઈ ગયો છે. કહી ગાળો આપતાં આસપાસમાં થયેલા લોકોએ જીતેન્દ્રભાઈને છોડાવ્યા હતા.