સુરત:બિપરજોય સાઇક્લોન બાદ સુરતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ તેની સાથે ભારે પવન પણ ફુકાઈ રહ્યો છે. જેના કારણે આજ દિન સુધી અને એક વૃક્ષો ધરાશાહી થઈ ચૂક્યા છે. પરંતુ સુરત શહેરમાં ભેસ્તાન વિસ્તારથી જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેને જોઈ લોકોને આવી પરિસ્થિતિમાં સતર્ક રહેવાની જરૂર છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે .ત્યારે તેની ઉપર ભારેખમ કાળા રંગ ની પાણીની ટાંકી અચાનક જ જોરથી પડી જાય છે. આ ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થાય છે.
Surat News: આવાસના ધાબા પરથી એક મોટી પાણીની ટાંકી અચાનક નીચે પડી, બાળકીનો આબાદ બચાવો એક યુવક ઇજાગ્રત
સુરતમાં બિપરજોય સાઇક્લોન બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. ઘરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારથી જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેને જોઈ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આવાસના ધાબા પરથી એક મોટી પાણીની ટાંકી અચાનક જ નીચે પડી જાય છે. જેના કારણે રોડ પર થી પસાર થઈ રહેલા યુવક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
યુવકને બચાવવા માટે પ્રયાસ:કેસરી કલરનો શર્ટ પહેરીને એક યુવક રોડ પર ચાલી રહ્યો છે. જ્યારે આ સીસીટીવી ફૂટેજ જોવામાં આવે ત્યારે દેખાય છે કે આ યુવક સાથે એક નાની બાળકી પણ તેની સાથે છે. જ્યારે મોટી ટાંકી નીચે પડે છે ત્યારે યુવક સાથે આ બાળકી પણ હોય છે. પરંતુ બાળકી અચાનક જ પાછળની સાઈડ વળી જાય છે. જેના કારણે બાળકીનું ચમત્કારિક બચાવ થાય છે. સીસીટીવી કેમેરામાં કેદ આ ઘટનામાં જોવા મળે છે કે કેસરી કલરનો શર્ટ પહેરીને એક યુવક રોડ પર ચાલી રહ્યો છે. તે દરમિયાન અચાનક જ ભારે પવન ફૂંકાય છે. ઉપરથી અચાનક જ પાણીની ટાંકી નીચે પડી જાય છે. આ ઘટના સુરતના ભેસ્તાન આવાસની છે. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો દોડી આવે છે અને યુવકને બચાવવા માટે પ્રયાસ કરે છે.
પાણીની ખાલી ટાંકી: જેને રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત આ ઘટનાથી સાર્થક થતા જોવા મળી છે. કારણ કે આશરે ચાર માળ ઉપરથી ભારે પવનના કારણે આ પાણીની ખાલી ટાંકી જોરથી નીચે પડી જાય છે. પાણીની ટાંકીનો વજનથી અંદાજો લગાવી શકાય છે કે જ્યારે તે ભારે જોરથી નીચે પડે તો તેની નીચે આવનાર વ્યક્તિની દશા શું થઈ શકે છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે.