ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો, ઑવરફ્લૉની સ્થિતિ - ભારે વરસાદના ઉકાઈ ડેમમાં પાણીની આવક

સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમ હાલ તેની પૂર્ણ ક્ષમતા સાથે 345 ફૂટ જેટલો ભરેલો છે. જેને લઇને ડેમના ઉપરવાસમાંથી પાણીની આવાકમાં નજર રાખી વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહીં છે જેની સામે 1.35 લાખ ક્યુસેક પાણીને છોડવામાં આવે છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાવાના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઇ છે.

ઉપરવાસમાં ભારે વરસાદના ઉકાઈ ડેમમાં પાણીની આવક, 1.35 લાખ ક્યુસેક ઓવરફલો

By

Published : Nov 4, 2019, 4:06 PM IST

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ હથનુર ડેમ અને તેના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ પડે છે. જેને લઇને હથનુર ડેમમાંથી છોડવામાં આવતા તે પાણી ઉકાઈ ડેમમાં જાય છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 345.02 ફુટ નોંધાઈ છે. જ્યારે ઈનફ્લો 1.50 લાખ ક્યુસેક અને આઉટફ્લો 1.35 લાખ ક્યુસેક છે.

ઉકાઈ ડેમના પાણીની આવકમાં વધારો

ડેમમાંથી પાણી છોડવાથી બારડોલી હરિુપરા કોઝવે 17મી વાર પાણીમાં ગરક થયો છે. જેથી 10 જેટલા ગામોને તેની અસર પહોંચી છે. જ્યારે સુરતનો કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે.

2006માં આવેલાં પૂરને ધ્યાનમાં રાખી આ વખતે ડેમમાંથી સતત પાણી છોડાતું જ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમના 14 દરવાજા ખોલી 1.35 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો કોઝવે ભયજનક સપાટીની ઉપરથી વહી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details