- 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ચૂંટણી
- કુલ 9 વોર્ડની 36 બેઠકો પર યોજાશે ચૂંટણી
- ઉમેદવારોએ પ્રચાર અભિયાન શરૂ કર્યું
સુરત: સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૈકી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાઇ રહી છે. બારડોલી નગરપાલિકામાં આ જ દિવસે ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારીપત્રો પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થતાં હવે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. તેમજ ચૂંટણી ચિન્હોની પણ ફાળવણી કરાય છે. બારડોલી નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકા વિસ્તારમાં કુલ 50,520 મતદારો નોંધાયા છે.
વોર્ડ નંબર 2માં સૌથી વધુ 7,103 મતદારો
સૌથી વધુ મતદારો વોર્ડ નંબર 2માં આવ્યા છે. જેને પોશ એરિયા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 3માં મતદારો 4,514 મતદારો નોંધાયા છે. નગરપાલિકામાં કુલ 25,764 પુરુષ મતદારો અને 24,756 સ્ત્રી મતદારો છે. જે પોતાના મતાધિકારનો 28 ફેબ્રુઆરીના રોજ ઉપયોગ કરશે.
વોર્ડ નંબર 5માં પુરુષ કરતાં સ્ત્રી મતદારો વધુ