ગુજરાત

gujarat

ETV Bharat / state

રિક્ષાની સાઈડ લાઈટ પર ડંડા મારી સાઈડ લાઈટ તોડી નાખી, TRB જવાનનો વીડિયો વાયરલ થયો - ટ્રાફિક નિયમન

સુરત શહેરમાં TRB જવાનની દાદાગીરી સામે આવી છે. ટ્રાફિક નિયમન કરવાને બદલે TRB જવાન હાથમાં લાકડી લઈને રિક્ષાને નુકશાન પહોંચાડતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો પાંડેસરા વિસ્તારનો છે. આ વીડિયો સામે આવતા TRB જવાન સામે તપાસ શરૂ કરાઇ છે.

રિક્ષાની સાઈડ લાઈટ પર ડંડા મારી સાઈડ લાઈટ તોડી નાખી
રિક્ષાની સાઈડ લાઈટ પર ડંડા મારી સાઈડ લાઈટ તોડી નાખી

By

Published : Jul 13, 2021, 4:12 PM IST

  • સુરતમાં TRB જવાનોની દાદાગીરીનો વીડિયો વાયરલ
  • ટ્રાફિક નિયમન કરવા TRB જવાને હાથમાં લાકડી લઈને રિક્ષાને નુકશાન પહોંચાડ્યું
  • પોલીસના ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહી કરે તે જરૂરી

સુરત : શહેરમાં TRB જવાન ટ્રાફિક નિયમન કરવાને બદલે લોકોના વાહનો રોકી પૈસા ઉઘરાવતા હોય તેવો વિડીયો સામે આવી ચુક્યો છે. જેને લઈને કેટલાક TRB જવાન સામે ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહી કરી પણ છે. પરંતુ સુરતમાં TRB જવાનોની દાદાગીરી યથાવત રહેવા પામી છે.

પાંડેસરા ટ્રાફિક પોલીસ રિજીયન 3નો વીડિયો

સુરતમાં એક TRB જવાનનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો પાંડેસરા ટ્રાફિક પોલીસ રિજીયન 3નો વીડિયો છે. વિડીયોમાં TRB જવાન ટ્રાફિક નિયમન કરવાને બદલે હાથમાં દંડો લઈને દાદાગીરી કરી રહ્યો છે. તથા રિક્ષામાં સાઈડ લાઈટ પર ડંડા મારી સાઈડ લાઈટ પણ તોડી નાખે છે.

આ પમ વાંચો : નડિયાદમાં દાદાગીરી કરતા ટ્રાફિક કર્મીનો વીડિયો વાયરલ

કડક નિયમનોની ધજીયા ઉડાવી દીધી

આ વિડીયો વાયરલ થતા પોલીસની આવી તે કેવી કામગીરી જેવા સવાલો ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ TRB સુપ્રિટેન્ડન્ટ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે. TRB જવાનો અગાઉ લોકોના વાહનો રોકાવી રૂપિયા ઉઘરાવતા હોય તેમજ ટ્રાફિક નિયમન કરવાને બદલે ફોનમાં વ્યસ્ત હોય તેવા અહેવાલો પણ સામે આવી ચુક્યા છે. જેને લઈને કડક નિયમો પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બનાવ્યા છે. તેમ છતા કડક નિયમનોની પણ અહીં ધજીયા ઉડાવી દીધી હતી.

રિક્ષાની સાઈડ લાઈટ પર ડંડા મારી સાઈડ લાઈટ તોડી નાખી

TRB જવાને રિક્ષામાં તોડફોડ કરી

TRB જવાને અહીં દાદાગીરી કરી રોફ જમાવ્યો હતો અને રિક્ષામાં તોડફોડ કરી હતી. આવા TRB જવાનો સામે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. ત્યારે TRBના સુપ્રિટેન્ડન્ટ મોહમ્મદ ટીનવાળાએ જણાવ્યું હતું કે, વિડિયો અમારી પાસે આવી ગયો છે. અમે તપાસ કરી રહ્યા છે અને તપાસ કરીને ટ્રાફિક વિભાગને રિપોર્ટ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details