સુરત શહેરમાં વિસ્તાર હદનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જેનું કામરેજના પાસોદ્રા અને કઠોડરા સહિત અનેક ગામના લોકો વિરોધ કરી રહ્યાં છે. કારણ કે, ગામડાઓને શહેરમાં સામેલ કરવાથી પ્રાથમિક સુવિધા મેળવવામાં મુશ્કેલી ઉભી થશે. તેમજ કરવેરામાં તોતિંગ વધારો થશે. જેનો સીધો બોજ ગ્રામજનો પર આવી પડશે. આથી ગ્રામજનો SMCનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.
સુરતમાં શહેરીકરણથી બચવા ગ્રામજનોએ કર્યો વિરોધ - protest of surat corporation
સુરતઃ શહેરીકરણના પગલે ગામને સુરતમાં સમાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કારણ કે, શહેરમાં સામેલ થતાં ગામના લોકોને નાનામોટા સરકારી કામો માટે શહેરમાં આવવું પડશે. તેમજ વેરા સહિતની અનેક બાબતોનો વધારો થશે. જેથી ગ્રામજનો ગામડાઓને શહેર ન સમાવવા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે.
આ ઉપરાંત ગ્રામ પંચાયતે સુરત મહાનગર પાલિકામાં ન જોડાવા માટે સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. તેમજ શહેરના હદવિસ્તરણમાં આવતા કામરેજ, પાસોદરા, કઠોદરા અને વાલક સહિતના ગ્રામજનોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે કામરેજ મલતદાર કચેરી પહોંચી આવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ખેતીવાડી વિસ્તાર ધરાવાતં ગામને 2006માં મહાનગરપાલિકામાં સામેલ કરાયા હતા. છતાં તે ગામોનો હજુ સુધી કોઈ વિકાસ થયો નથી. જેથી ગ્રામજનો તંત્ર દ્વારા કરાયેલી વિકાસની બાહેંધરીને નકારી રહ્યાં છે. સાથે જ પોતાના ગામને સુરતમાં સામેલ ન કરવા માટેની ઉગ્ર રજૂઆત કરી રહ્યાં છે અને જો તેમની આ માંગણી વહેલી તકે પૂરી નહીં થાય તો તેમને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.