વિદ્યુત સહાયક પરીક્ષામાં સ્ક્રીન સેપ્લિન્ટર સોફ્ટવેર વાપરી પરીક્ષા પાસ કરાવનાર બે લોકોની ધરપકડ સુરત:સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આવી ગેંગ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેઓ વીજ કંપનીઓમાં જુનિયરની ભરતીમાં પરીક્ષાર્થીઓને ગેરરીતિ કરાવી પાસ કરતા હતા. વડોદરા ખાતે રહેતા ઇન્દ્રવદન પરમાર અને મોહમ્મદ ઉવેશ કાપડવાલા નામના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્દ્રવદન પરીક્ષાર્થીઓના નામ મેળવી તેમને પરીક્ષા કેન્દ્રો ખાતે પાઠવનાર આરોપી છે. આ બે આરોપીઓ ઉપરાંત અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, નિશીકાંત સિંહા, ચિરાયુ, વિદ્યુત, ઈમરાન સહિત અન્ય લોકો આ ગેંગમાં સામેલ છે.
2152 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી:તારીખ 9 ડિસેમ્બર વર્ષ 2020 થી 6 જાન્યુઆરી 2021 દરમિયાન અલગ અલગ તારીખના રોજ ઓનલાઈન પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો, કમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ, તેમના એજન્ટો અને મળતીયા એકબીજા સાથે મળીને આર્થિક લાભ મેળવવા માટે સરકારી પરીક્ષામાં ગેરરીતિ કરી રહ્યા હતા. આ પરીક્ષા માટે કુલ 2152 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં 156 જેટલા જુનિયર આસિસ્ટન્ટના પદ માટે આ સરકારી પરીક્ષાની જાહેરાત કરાઈ હતી. આ પદ માટે તમામ ભરતીઓ પણ થઈ ચૂકી છે.
156 જુનિયર આસિસ્ટન્ટ માટેની પરીક્ષા:સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, ડીજીવીસીએલ, એનજીવીસીએલ, યુજીવીસીએલ, જીએસવિસી યલ અલગ અલગ પરીક્ષા યોજાઈ હતી. 156 જુનિયર આસિસ્ટન્ટ માટેની પરીક્ષા યોજાઈ હતી. આ માટે સુરત સહિત અન્ય શહેરોમાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ હતી. જાણકારી મળી હતી કે આ પરીક્ષામાં બે લોકોએ ગેરરીતિ કરી છે. બન્ને વડોદરાના રહેવાસી છે અને આ બંનેની અમે ધરપકડ કરી છે.
'આ બંને આરોપીઓ સુરતની અંદર બે એજન્સીઓ સુટેક્ષ બેન્ક કોલેજની અંદર આવેલી કમ્પ્યુટર લેબ તેમજ વરાછા વિસ્તારમાં આવેલી સારથી એકેડમી બંને પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી આચરી છે. અમુક વિદ્યાર્થીઓને આ એક્ઝામમાં પાસ કરાવ્યા હતા. આ પરીક્ષા ગુજરાતના અલગ અલગ સેન્ટર ઉપર ઓનલાઈન લેવામાં આવી રહી હતી આ પરીક્ષા કેન્દ્ર પર આ આરોપીઓ ઉમેદવારનો અગાઉથી જ કોન્ટેક્ટ કરી લેતા હતા તેમનો પ્રવેશ તેમનો પ્રવેશપત્ર અને ફોટો વગેરે જાણકારી અગાઉથી જ મેળવી લેતા હતા. પરીક્ષા પત્ર જાતે હલ કર્યા પછી ઉમેદવારને જે પણ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા ચાલી રહી હતી. એની કમ્પ્યુટર સ્ક્રીન સ્પ્લીન્ટર સોફ્ટવેરથી કનેક્ટ કરી જે બાજુ સ્ક્રીન મિરારિંગ કરી ઉમેદવાર માત્ર પીસી પર બેસતો હતો અને બીજી બાજુ આ લોકો પ્રશ્નના જવાબ આપતા હતા.' -રૂપલ સોલંકી, ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ
તપાસ તેજ:અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અનેક સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ કરવામાં આગેંગ સક્રિય રહી ચૂકી છે. સીબીઆઇ દ્વારા શોધી કાઢવામાં આવેલા બીટ પિલાની કેસ તથા જુનિયર ક્લાર્ક પરીક્ષા લીક કોભાંડ તેમજ લોકરક્ષક દળ પરીક્ષા ભરતીમાં પણ આ ગેંગના સભ્યોએ ગેરરીતિ આચરી હતી અને તેમના કેટલાક આરોપીઓ હાલ જેલવાસ છે. બીજી બાજુ જ્યાં વરાછા સુદામા એકેડમીમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યાં હાલ લુમ્સ કારખાના ચાલી રહ્યા છે.
- Rajasthan News : રાજસ્થાન યુનિવર્સિટીમાં ભૂગોળનું પેપર લીક, પરીક્ષા પહેલા યુનિવર્સિટીના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ
- Gujarat Cabinet: પેપર લીકના કાયદામાં ઢીલ દેખાતા મુખ્યપ્રધાને કાયદા વિભાગને બિલ પરત મોકલ્યું, આપી નવી સૂચના