ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાટક એક કલાકથી વધુ બંધ રહેતા વાહનચાલકોએ રેલવે સ્ટેશને મચાવ્યો હોબાળો - Kim Railway Station

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કીમ રેલવે ફાટક એક (Railway Gate problem in Kim) કલાકથી વધુ બંધ રહેતા વાહનચાલકો અકળાયા હતા. જેને લઈને કીમ રેલવે સ્ટેશન પર જઈ હોબાળો મચાવ્યો હતો. કીમ રેલવે કર્મચારીને આડે હાથ લીધા હતા. (Surat Railway Gate problem)

ફાટક એક કલાકથી વધુ બંધ રહેતા વાહનચાલકોએ રેલવે સ્ટેશને મચાવ્યો હોબાળો
ફાટક એક કલાકથી વધુ બંધ રહેતા વાહનચાલકોએ રેલવે સ્ટેશને મચાવ્યો હોબાળો

By

Published : Dec 26, 2022, 4:18 PM IST

કીમ ફાટક એક કલાકથી વધુ બંધ રહેતા વાહનચાલકોએ રેલવે કર્મચારીને આડે હાથ લીધા

સુરત : વાપીથી વડોદરા વચ્ચેની રેલવે ફાટકો પૈકી સૌથી વધુ ટ્રાફિક પ્રભાવિત (Traffic around Kim railway gate) કીમની રેલવે 158 B માનવામાં આવે છે. આ ફાટકને સ્થાનિક રેલવે સૂત્રો દ્વારા એકલ દોકલ ટ્રેનના આવાગમન માટે કલાકો સુધી બંધ રાખવામાં આવતી હોય છે. જેના પગલે વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, GIDCના રોજિંદા નોકરિયાતો સહિતના લોકોને રોજિંદી સમસ્યા પગલે લોકોમાં આજે રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. રોષને લઈને આજે સવારે એક કલાકથી વધુ સમય માટે ફાટક બંધ રહેતા વાહનચાલકો અકળાયા હતા. તેથી વાહન ચાલકોએ રેલ્વે સ્ટેશન પર ધસી જઈ ફાટક બંધ મામલે સ્થાનિક રેલવે સૂત્રોને આડેહાથ લઈ હોબાળો મચાવી દીધો હતો. પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. (Railway gate problem in Olpad)

આ પણ વાંચોખાલકશાપીર રેલવે ફાટક બંધ કરવાની સૂચનાને લઈને સ્થાનિકોએ કર્યો વિરોધ

રેલવે બ્રીજનું કામ ચાલી રહ્યું છેટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે તંત્ર દ્વારા રેલવે બ્રિજના કામને (Railway Gate problem in Kim) મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષના વધુ સમયગાળાથી રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. રેલવે બ્રિજનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક વ્યાપારીઓને તેમજ રોજગાર પર સીધી અસર પડી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી કીમ વિભાગના ટ્રાફિક સમસ્યા જટીલ બનતા રેલવે સૂત્રો દ્વારા ઓવર બ્રિજ નિર્માણ માટે બંધ કરાયેલી ફાટક માત્ર ટુ વ્હીલર ચાલકો માટે સિંગલ લેન ચાલુ કરવામાં આવી હતી. પરંતુ એકલ દોકલ ટ્રેન માટે સ્થાનિક રેલવે સૂત્રો દ્વારા કલાકો સુધી ફાટક નહીં ખોલવામાં આવતા બંને દિશામાં લાંબી ટુ વ્હીલ વાહનોની કરતા લાગી જાય છે. (Kim Railway Station)

આ પણ વાંચો ઉદવાડા ફાટક નજીક જ્વલનશીલ કેમિકલ લઈ જતી ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી

રેલવે સૂત્રોએ કર્યો બચાવ વાહનોની લાંબી કતારને લઈને રોજિંદી (Surat Railway Gate problem) નોંધપાત્ર બબાલોથી ખુદ સ્થાનિક પોલીસ પણ કંટાળી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઉપરોક્ત સમસ્યાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ અકળાયેલા નોકરિયાત ટુ વ્હીલર ચાલકોએ રેલવે સ્ટેશન પર પહોંચી જઈ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તો બીજી તરફ સામે છેડે રેલવે સૂત્રોએ પણ ટ્રેનની અવરજવર માટે ફાટક બંધ રાખવાનું કારણ આગળ ધરી પોતાનો બચાવ કર્યો હતો.(People problem Kim gate)

ABOUT THE AUTHOR

...view details