ગુજરાત

gujarat

ETV Bharat / state

VNSGUની સેનેટ ચૂંટણીમાં આ વખતે ત્રી પાંખીયો જંગ જોવા મળશે - VNSGU સેનેટ ચૂંટણી 2022

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 14 ઓગસ્ટના રોજ સેનેટ સભ્યોની ચૂંટણી (University Senate Elections )યોજાશે છે. જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગતરોજ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પોતાના પાંચ ઉમેદવારોના( Senate Election 2022 )નામ જાહેર કર્યા છે. NSUI પણ પોતાના ઉમેદવારો આ મેદાનમાં ઉતારશે.

VNSGUની સેનેટ ચૂંટણીમાં આ વખતે ત્રી પાંખીયો જંગ
VNSGUની સેનેટ ચૂંટણીમાં આ વખતે ત્રી પાંખીયો જંગ

By

Published : Jul 29, 2022, 1:10 PM IST

સુરતઃવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University ) 14 ઓગસ્ટના રોજ સેનેટ સભ્યોની ચૂંટણી યોજાવાની છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગતરોજ આમ આદમી પાર્ટીની પાંખ ગણાતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ જે એક વિદ્યાર્થી સંગઠન છે. તેઓ પણ આ યુનિવર્સિટીની સેનેટ સભ્યોની ચૂંટણીમાં( Senate Election 2022 ) પોતાના પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અને આગળના દિવસોમાં બીજા છ નામ જાહેર કરશે. ત્યારે હજી NSUI પણ પોતાના ઉમેદવારો આ મેદાનમાં(University Senate Elections ) ઉતારશે. એટલે કે કહી શકાય છે કે, આ વખતે યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણીમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ચૂંટણી થશે.

સેનેટ ચૂંટણી

આ પણ વાંચોઃપરિવારવાદની બબાલ વચ્ચે સી.આર.પાટીલના પુત્રની રાજનીતિમાં એન્ટ્રી

ત્રણ પાર્ટી વચ્ચે સેનેટ ચૂંટણી -યુનિવર્સિટીની અંડરમાં કુલ 264 થી વધુ સમલગ્ન કોલેજનો સમાવેશ છે. કુલ સાડા ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. તથા યુનિવર્સિટીના અધ્યાપકોનું પ્રતિનિધિત કરવા માટે મહત્વની સેનેટ સભ્યોની ચૂંટણી 14 ઓગસ્ટના રોજ યોજાશે. આ વખતે યુનિવર્સિટીમાં પહેલી વખત ત્રણ પાર્ટી વચ્ચે સેનેટ સભ્યોની ચૂંટણી(VNSGU Senate Election 2022) થશે. જેને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચોઃVNSGUની સેનેટ ચૂંટણી 5-Pની થિયરી સાથે AAPના યુવા નેતાઓ લડશે

NSUI પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે -વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણીને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોતાના 11 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીની પાંખ ગણાતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ તેમણે યુનિવર્સિટીમાં ચૂંટણી માટે પોતાના એક અલગ જ સિદ્ધાંતને લઈને " P THERPY FOR VNSGU જાહેર કર્યું છે. તેમાં પોતાના પાંચ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આગળના દિવસોમાં વધુ 6 ઉમેદવારના નામ જાહેર કરશે. જોકે હજી સુધી યુનિવર્સિટીની સામે સભ્યોની ચૂંટણીમાં NSUI દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. સૂત્ર માહિતી અનુસાર આગળના દિવસોમાં NSUI દ્વારા પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે.

ABOUT THE AUTHOR

...view details