ગુજરાત

gujarat

ETV Bharat / state

વરાછા કો.ઓપરેટિવ બેંકે 689 લોકોને માટે 5.73 કરોડની આત્મનિર્ભર સહાય યોજના લોન રિલીઝ કરી - surat news

લોકડાઉન બાદ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોની આર્થિક સ્થિતિ સુધરે આ માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે લોકોને આ આત્મનિર્ભર સહાય યોજના લોન આપવામાં આખા ગુજરાતમાં વરાછા કો-ઓપરેટિવ બેંક મોખરે છે. અત્યાર સુધીમાં 689 લોકોને માટે 5.73 કરોડની લોન રિલીઝ કરવામાં આવી છે.

varachha
વરાછા કો-ઓપરેટિવ

By

Published : Jun 18, 2020, 1:19 PM IST

સુરત : સૌથી ઝડપી અને મોટી સંખ્યામાં લોન આપનાર વરાછા કો.ઓપરેટિવ બેંકના કારણે બેરોજગાર બનેલા રત્ન કલાકારો અને નાની દુકાન ચલાવતા લોકો તેમજ મહિલાઓને મોટી રાહત મળી છે.

લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આખા ગુજરાતમાં સૌથી વધુ જરૂરિયાત મંદ લોકોને આ લોન આપનારી બેંક સુરતની વરાછા કો-ઓપરેટિવ બેંક બની છે. ટૂંક સમયમાં જરૂરિયાત મંદ લોકોને આ લોન આપવામાં આવી છે. વરાછા કો-ઓપરેટિવ બેંકના ચેરમેન કાનજીભાઈ ભલાળાએ જણાવ્યું હતું કે , આર્થિક રીતે મુશ્કેલીમાં પડેલા લોકોને સહારો આપવા માટે સક્રિય રૂપે બેંક રાજ્ય સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના થકી લોન આપી રહી છે.

વરાછા કો.ઓપરેટિવ બેંકે 689 લોકોને લોન આપી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ યોજના થકી 670 થી વધુ લોકોને લોન આપવામાં આવી છે. 18 જૂન સુધી આ આંકડો વધીને 1000 થઈ જશે. સુરતમાં મોટા ભાગે રત્નકલાકારોને રોજગાર રહે છે. પરંતુ લોકડાઉન દરમિયાન તેઓ પણ બેરોજગાર બની ગયા હતા. આ યોજનાનો લાભ લેવામાં મોટાભાગે રત્નકલાકારો, મહિલાઓ અને નાની દુકાન ચલાવતા કોલ્ડ્રીંક્સ વિક્રેતા જેવા લોકો સામેલ છે. આ યોજનાનો લાભ રિક્ષા ચલાવનારા લોકોને પણ મળ્યો છે. જેથી તેઓની આર્થિક સ્થિતિ સારી થઈ શકે.
વરાછા કો.ઓપરેટિવ બેંકે 689 લોકોને માટે 5.73 કરોડની આત્મનિર્ભર સહાય યોજના લોન રિલીઝ કરી
કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, 8 ટકાના વ્યાજે લોન આપવામાં આવે છે. પરંતુ 6 ટકા તેમાંથી રાજ્ય સરકાર સબસીડી આપતી હોય છે. માત્ર એક ગેરેન્ટર થકી અમારી બેંક લોન આપી રહી છે. મોટાભાગે લોકો આ યોજનાનો લાભ લઇ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે એ બેંકનો ઉદ્દેશ છે. આ માટે મોટી સંખ્યામાં લોકોને લોન આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details