ગુજરાત

gujarat

ETV Bharat / state

Honey Trap Case in Surat : સુરત પોલીસનો હનીટ્રેપથી બચાવવા માટે એક અનોખો અભિગમ, વિડિયો કર્યો જાહેર - Unknown Request Aayega

સુરત પોલીસે લોકોને હનીટ્રેપથી બચાવવા માટે એક અનોખો (Honey Trap Case in Surat) અભિગમ અપનાવ્યો છે. સુરત પોલીસે 'અનનોન રિકવેસ્ટ આયેગા' (Unknown Request Aayega) નામનો વિડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે.

Honey Trap Case in Surat : સુરત પોલીસનો હનીટ્રેપથી બચાવવા માટે એક અનોખો અભિગમ, વિડિયો કર્યો જાહેર
Honey Trap Case in Surat : સુરત પોલીસનો હનીટ્રેપથી બચાવવા માટે એક અનોખો અભિગમ, વિડિયો કર્યો જાહેર

By

Published : Mar 11, 2022, 9:35 AM IST

સુરત : શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લોકો હનીટ્રેપમાં (Honey Trap Case in Surat) ફસાયા હોવાની ફરિયાદો જોવા મળી રહી છે. ત્યારે સુરત પોલીસે લોકોને હનીટ્રેપથી બચાવવા માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. આ માટે સુરત પોલીસે 'અનનોન રિકવેસ્ટ આયેગા' નામનો વિડિયો સોશિયલ મીડિયા (Surat Police 'Unknown Request Ayega' Video) પર જાહેર કર્યો છે. જેમાં અજાણી રિક્વેસ્ટને કન્ફર્મ ન કરવા માટેની સલાહ અપાઈ છે.

સુરત પોલીસનો હનીટ્રેપથી બચાવવા માટે એક અનોખો અભિગમ

આ પણ વાંચો: Honeytrap case in Junagadh: જૂનાગઢ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને છોડાવ્યો, ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં

હનીટ્રેપ શિકાર અટકાવવા માટે પ્રયાસ

આજનો યુવાવર્ગ મોટાભાગનો સમય સોશિયલ મીડિયામાં વ્યતિત કરે છે અને તે તેમની જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ બની ગયું છે. તેને લઈને સોશિયલ મીડિયા થકી ખૂબ સરળતાથી તેઓ હનીટ્રેપ જેવી ઘટનાનો શિકાર બની જાય છે. તો કોઈક વાર ખોટા પગલા ભરવા મજબૂર બને છે. શહેરમાં આવા અનેક કિસ્સાઓ જોવા પણ મળતા હોય છે. ત્યારે લોકોને આ પરિસ્થિતિથી બચાવી શકાય તે માટે સુરત પોલીસે સોશિયલ મીડિયામાં 'અનનોન રિકવેસ્ટ આયેગા' (Unknown Request Aayega) નામનો વીડિયો જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃસુરત જિલ્લા LCB ઓનલાઈન હનીટ્રેપના આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

હનીટ્રેપથી બચાવવા માટેનો પ્રયાસ

જોકે લોકોએ મજબૂત બનીને તેની સામે ગભરાવાની (Video released by Surat police) બદલે સમજદારી વાપરવાની જરૂર છે અને ખાસ કરીને અજાણી મહિલાઓની રિકવેસ્ટ સોશિયલ મીડિયા પર કન્ફર્મ ન કરવા માટે સમજાવવામાં આવ્યું છે. આ રીતે એનિમેશન વીડિયો થકી ખૂબ જ સરળ રીતે લોકોને સમજાવવાનો અને અજાણી મહિલાની રિક્વેસ્ટને કેન્સલ કરી હનીટ્રેપથી બચાવવા માટેનો પ્રયાસ સુરત પોલીસે કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details