સુરત અંત્રોલી ગામની સીમમાં સુરત કડોદરા રોડ પર બેકાબુ બનેલા ટેમ્પોએ એક પછી એક બે મોટરસાઇકલને ટક્કર માર્યા બાદ ટેમ્પો બી.આર.ટી.એસની રેલિંગ સાથે અથડાયો હતો. અકસ્માતમાં ઇજા પામેલ મોટરસાઇકલ સવાર ત્રણ જણાના મોત થતા પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો ટ્રક ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મૃત્યુ
સર્જાયો અકસ્માતસુરતના સલાબતપુરા ખાતે રહેતા ગુલામજાફર ગુલામહૈદર જમાલમોહમ્મદ ઝરદાવાળા (52) ભંગારના વ્યાપાર સાથે સંકળાયેલો છે. બુધવારના રોજ તેની સાથે ભંગાર લે-વેચનું કામ કરતા સુરેશ ત્રિભુવન પટેલ સાથે કામ અર્થે મોટર સાઇકલ પર કડોદરા જવા નીકળ્યા હતા. તેમની મોટરસાઇકલ બી.આર.ટી.એસ. કોરિડોરમાંથી પસાર થઈ રહી હતી તે સમયે અંત્રોલી ગામની સીમમાં કડોદરા તરફથી પુરઝડપે આવતા એક ટેમ્પોએ તેમની મોટર સાઈકલને ટક્કર મારી ટેમ્પો ચાલક ટેમ્પો લઈને નાસી છૂટ્યો હતો.