ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં તસ્કરો બન્યા બેફામ, ઘટના CCTV કેમેરામાં કેદ - Surat News

સુરત : વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને બે દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં બાઈક પર આવેલ ચોરો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતાં. જે ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં તસ્કરો બન્યા બે ફામ, ઘટના CCTV કેમેરામાં કેદ

By

Published : Nov 14, 2019, 11:43 PM IST

સુરત શહેરમાં દિવાળી વેકેશનના સમયે આપણે ચોરીના અનેક કિસ્સાઓ જોવા મળ્યા પરંતુ દિવાળી બાદ પણ ચોરીની ઘટનાનો સિલસિલો યથાવત છે. દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બની હતી. સુરતના વરાછા વિસ્તારના ત્રિકમ નગર સોસાયટીમાં આવેલ મિલન મેડીકલ અને તેની નજીક આવેલ એક કાપડની દુકાનને નિશાન બનાવી હતી. ચોરી કરી નાસી છૂટ્યા હતાં.

સુરતમાં તસ્કરો બન્યા બેફામ, ઘટના CCTV કેમેરામાં કેદ

દુકાનના શટર ઊંચા કરીને દુકાનમાં પ્રવેશી મિલન મેડિકલના ટેબલના ખાનામાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરી નાસી જાય છે. આ સમગ્ર ઘટનાની જાણ દુકાન માલિકને થતા તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે ચોરીના બનાવને લઈને વરાછા પોલીસે નજીકમાં લાગેલ CCTV ફૂટેજ ચેક કરતા ઇસમો બાઈક પર આવતા દેખાય રહ્યા હતાં અને ચોરીને અંજામ આપતા CCTVમાં કેદ થયા હતાં. જે ઘટનામાં વરાછા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને શોધખોળ શરુ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details