કડોદરા નગરપાલિકા પરિસરમાંથી બાઈકની ઉઠાંતરી કરતાં બે શખ્સ CCTVમાં કેદ - સુરતના સમાચાર
રાજ્યમાં ગુનાખોરી, લુંટફાંટ, ચોરી જેવા કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે. જો સુરત શહેરની વાત કરવામાં આવે તો દિવસે દિવસે ક્રાઈમ વધતો જાય છે. શહેરમાં ચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
બારડોલી: સુરતની કડોદરા નગરપાલિકાના પરિસરમાંથી મોટર સાયકલની ચોરી કરતાં બે ઇસમોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઇસમો નગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન કરણભાઈની મોટરસાયકલની ઉઠાંતરી કરી નાસી છુટ્યા છે. હાલ કરણભાઈએ કડોદરા પોલીસને લેખિત અરજી આપી છે. નગરપાલિકાના પાણી સમિતિના ચેરમેનની મોટર સાયકલ ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચુકી છે. જેમાં બે ઇસમો ચોરી કરતાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. ધોળા દિવસે બાઈક ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.