દુષ્કર્મ કેસમાં આજે આશારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટ સજા સંભળવી શકે છે. જેમાં કેસને લઇને બંને પક્ષોની દલીલ બાજી વચ્ચે આશરે 7 વર્ષ સુધીની સજા સંભળાવી શકે છે. જેમાં નારાયણ સાંઈ સહીત 5 લોકોને પણ સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી શકે છે.
દુષ્કર્મ કેસઃ આસારામ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટ સંભળાવશે સજા
સુરત: દુષ્કર્મ કેસમાં આજે આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટ સજા કરી શકે છે. દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ ઉપરાંત ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા, જમના ઉર્ફે ભાવના પટેલ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન તથા ડ્રાઈવર રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ સજા થઇ શકે છે.
નારાયણ સાઇ કેસ મામલે કોર્ટમાં સધન ચેકીંગ હાથ ધરાયુ
આજ રોજ દુષ્કર્મ કેસને લઇને નારાયણ સાંઈને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરાશે. આ ઉપરાંત કોર્ટ પરીસરમાં ડૉગ સ્ક્વૉડની મદદથી કોર્ટની સઘન ચેકીંગ પણ હાથ ધરાશે.