- સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ચૂંટણી પહેલા પત્રકાર પરિષદ યોજી
- સુરતમાં પોલીસ બંદોબસ્ત અંગે માહિતી આપી
- શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે પ્રકારનું આયોજન કરાયું
સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે સુરતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ચૂંટણી પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. સુરતમાં પોલીસ બંદોબસ્ત અંગે માહિતી આપી હતી. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
ચૂંટણીની તારીખ જાહેર થઇ ત્યાંરથી શું કામગીરી કરાઈ?
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- ચૂંટણી અંતર્ગત સુરતમાં 90 ટકા હથિયાર જપ્ત કરાયાં
- કુલ 2,323 હથિયાર કબ્જે કરાયાં
- 73 નાસતા ફરતા આરોપીની ધરપકડ કરાઈ
- 9,542 શખ્સો સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યાં
- 74 શખ્સોને તડીપાર કરાયાં
- 71 શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઇ
- 587 લિસ્ટેડ બુટલેગર્સને ત્યાં રેડ કરાઇ
- કુલ 40 લાખનો દારૂ કબ્જે કરાયો