સુરતમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પનાસ વિસ્તારમાં નવજાત બાળકીને કચરા પેટીમાં ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાની શોધ કરનાર પોલીસ ત્યારે ચોંકી ઉઠી જ્યારે તપાસમાં ભાઈ -બહેનના અનૈતિક સબંધોનું પરિણામ સામે આવ્યું.
લાંછનઃ સુરતમાં ભાઈ-બહેને બાંધ્યા અનૈતિક સંબંધ, નવજાતને 'કચરાપેટી નસીબ' - સુરતમાં સગાભાઈ સાથે શારીરિક સંબંધ
સુરત: પનાસ ગામમાં ત્યજી દેવાયેલી બાળકીના પ્રકરણમાં થયેલા ખુલાસાથી પોલીસ પણ અચંબિત થઈ છે. પોલીસ તપાસમાં ભાઈ -બહેનના અનૈતિક સબંધોનું પરિણામ સામે આવ્યું છે. સગાભાઈ સાથે શારીરિક સંબંધથી ગર્ભ રહી જતાં બાળકીનો જન્મ થયો હતો, આ લાંછનથી બચવા નવજાતને કચરાપેટીમાં નાખી દેવાઈ હોવાની વિગતો સામે આવી છે.
સગા ભાઈ સાથે શારીરિક સંબંધથી ગર્ભ રહી જવાની વાત સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે. પ્રસુતિ સમયે 18 વર્ષની બહેન અને 16 વર્ષના ભાઈ આરોપી છે. ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસ વિમાસણમાં મુકાઈ ગઇ છે. ઉંમરા પોલીસે શંકાસ્પદ તરૂણીને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો. બાળકીને ત્યજી દેનાર તરુણી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલના બિછાને છે. બહેનને ગર્ભવતી બનાવનાર ભાઈ સગીર વયનો હોવાથી પોલીસ વિમાસણમાં મુકાઈ છે.
કાયદાની કઈ જોગવાઇ પ્રમાણે સગીર વયના સગા ભાઈને આરોપી બનાવવો તે ચિંતાને લઈ પોલીસ મુંઝવણમાં છે. બે દિવસ અગાઉ બાળકી પનાસ ગામની એક કચરાપેટીમાંથી મળી આવી હતી. જ્યાં એક કિશોરીએ જોતા સ્થાનિક લોકોને જાણ કરી હતી. બાળકીની હાલત નાજુક હોવાની વાત ડોકટરોએ કરી છે.