સુરત: સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં રીતસર રેલી યોજી હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંગદીલીનો માહોલ સર્જાયો હતો. તેમની માંગ હતી કે તેમને વતન જવા દેવામાં આવે.
સુરતના પાલનપુર પાટિયા પાસે હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા - surat lockdown news
સુરતમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. બનાવની જાણ થતા ઉચ્ચ પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરપ્રાંતીયોને સમજાવી મામલો થાળે પાડયો હતો. આ ઘટનામાં પોલીસે 12 લોકોની અટકાયત પણ કરી હતી.
સુરતના પાલનપુરમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા
બીજી તરફ બનાવની જાણ થતા ઉચ્ચ પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અનેે શાંતિપૂર્વક પરપ્રાંતીયોની રજૂઆત સાંભળી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે લોકડાઉનના ભંગ બદલ 12 લોકોની અટકાયત કરી હતી તો તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવમાં આવ્યો હતો. આર.એ.એફ.ની ટુકડી પણ અહીં તૈનાત કરી દેવામાં આવી હતી સાથે જ ફૂટ પેટ્રોલીગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.