હાઈવેની બાજુમાં વન્ડ ખાડીમાં મધરાતે કેટલાક લોકો અંકલેશ્વર, વાપી તેમજ અન્ય ઠેકાણેથી ઝેરી કેમિકલના ઠાલવે છે. આવો આક્ષેપ સિયાલજ ગામના ખેડુતો અને પશુપાલકોએ કર્યો છે. ખાડીના પાણીમાં કેમિકલ ભળતા હજારો માછલીઓને અસર થતા મૃત્યુ પામી છે. આ ખાડીના કિનારે સિયાલજ ગામના ખેડૂતોના ફળદ્રુપ ખેતર આવેલા છે અને રાત દિવસ ખેડૂતો અવરજવર કરે છે. તેમના પશુઓ પણ આ ખાડીમાં પાણી પીએ છે. તેમના માટે પણ આ કેમિકલવાળું પાણી ભારે જોખમ ભર્યું બન્યું છે.
સિયાલજ પાસે વન્ડ ખાડીમાં કેમિકલયુક્ત પાણી ભળતા હજારો માછલીઓનાં મોત
સુરતઃ જિલ્લાના માંગરોળ તાલુકાના સિયાલજ ગામ પાસેથી પસાર થતી ખારીયાની વન્ડ ખાડીના પાણીમાં કેમિકલ મિશ્રણ થતાં હજારો માછલીનાં મોત થયા છે. જેના કારણે સિયાલજ ગામના પશુપાલકો અને ખેડૂતોએ આ બાબતે રોષ પ્રગટ કર્યો છે.
સિયાલજ પાસે વન્ડ ખાડીમાં કેમિકલયુક્ત પાણી ભળતા હજારો માછલીઓનાં મોત
સિયાલજ ગામના ખેડૂતો ભારે આક્રોશ સાથે જણાવે છે કે, કોસંબા તેમજ સુરત જિલ્લા પોલીસ કે માંગરોળના મામલતદાર આ બાબતે રાત્રિના સમયે વોચ ગોઠવીને કેમિકલ ઠાલવતા તત્વોને ઝબ્બે કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલે.