ટોળાએ ચોર સમજી શ્રમિકોને માર માર્યો બારડોલી:સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામે આવેલી ચાણક્યપૂરી સોસાયટીમાં શુક્રવારની રાત્રે 9 વાગ્યાના અરસામાં પાંચ અજાણ્યા શખ્સોને તસ્કરો સમજી સ્થાનિક સોસાયટીના રહીશોએ ઢોર માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ થતાંની સાથે શકમંદોના પરિવારજનો પોલીસ મથકે પહોંચતા માહોલ ગરમાયો છે અને પોલીસ મથકમાં ટોળા સામે ગુનો નોંધવાની માગ કરી છે.
શ્રમિકોને ચોર જાણીને ટોળાએ ઢોર માર માર્યો પંદરેક દિવસથી વિસ્તારમાં ચોરની બૂમ: તેનના ચાણક્યપુરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોર આવતા હોવાની વાતથી રહીશો રાત્રી ફેરી કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા ચોર ટોળકીએ રાત્રિ દરમ્યાન ચોરીનો પ્રયાસ કરી સ્થાનિકો પર પથ્થરમારો પણ કર્યો હતો. ચોરની બૂમ વચ્ચે ચાણક્યપુરી અને આજુબાજુની સોસાયટીના રહીશો રાત્રી ફેરી કરી ચોરો સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ ચાણક્યપુરી વિસ્તારમાં સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીની પાછળ ચાર અજાણ્યા શખ્સ નજરે પડયા હતા. સ્થાનિકોએ આ ચાર શંકાસ્પદ શખ્સોને પકડી ચોર સમજીને ઢોર માર માર્યો હતો.
પોલીસ મથકમાં ટોળા સામે ગુનો નોંધવાની માગ કરી કેમ થયો વિવાદ: જે પાંચ શકમંદોને શકમંદોને રાત્રિ દરમ્યાન ઢોર માર માર્યો એ વ્યક્તિના બારડોલી કોર્ટની સામેના ખાડાના રહીશો અને તેમના પરિવારજનો હવે આક્ષેપ કરી રહ્યા છે કે તેઓ મીંઢોળા નદીમાં માછલી પકડવા ગયા હતા. ટોળું જોઈને ગભરાય ગયા હતા. તે સમયે ટોળાંએ તમામને પકડી લીધા હતા અને ત્યારબાદ ઢોર માર માર્યો હતો. જો અમારા વ્યક્તિ ચોરી કરતાં હોવાની તેમને શંકા હોત તો પોલીસેને સોંપવા જોઈતા હતા તેમણે કાયદો હાથમાં લેવાની શું જરૂર હતી. તેમની પાસે માછલી પકડવાનો છોગયો પણ હતો તેમ છતાં નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો હતો.
માછલી પકડવા ગયા હતા શ્રમિકો જવાબદારો સામે પગલાં લેવા માગ: આ ઘટના પાછળ જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ. બીજી તરફ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દેવું ચૌધરી સહિતના રહિશો શકમંદોને ઢોર માર મારી રહ્યા છે. જે વિડીયો વાઇરલ થયો છે. બીજી તરફ પોલીસ સમગ્ર ઘટના અંગે બંને પક્ષની દલીલો સાંભળી તપાસ કરી રહી છે. ત્યારે આ અંગે મોડી સાંજ સુધીમાં પોલીસ કાર્યવાહી કરે તેવી શક્યતા રહેલી છે.
તેનમાં ગત રાત્રે બનેલી ઘટનામાં પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને ચોર સમજીને માર મારવાની ઘટના બની છે. પાંચેય વ્યક્તિઓને છોડાવીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તમામની તબિયત સારી છે. હાલ સારવાર ચાલુ છે. એક વીડિયો વાઇરલ થયો છે એમાં ટોળાં સાથે માથાકૂટ થાય છે એ બાબતે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ પાંચ વ્યક્તિઓ કેમ આવેલા હતા અને ક્યાંના છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. એમનો ઇતિહાસ પણ તપાસ કરવામાં આવશે. કાયદો હાથમાં લેવો એ યોગ્ય નથી. વીડિયો પરથી જણાશે તો ટોળાં સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. - એચ.એન.રાઠોડ, DYSP, બારડોલી
- Surat News: 14 વર્ષની સાવકી દીકરી પર બળાત્કાર મામલે આરોપી પિતાને 20 વર્ષની સખત કેદ
- Ahmedabad News: કારંજમાંથી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા, ડ્રગ્સના કેસમાં પહેલીવાર આરોપીઓ પાસે વજન કાંટો પણ મળ્યો