- આરોગ્ય રાજ્યપ્રધાન કોશોર કાનાણીએ કોવિડ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
- આરોગ્ય સુવિધાઓ અને દર્દીઓને અપાતી સારવાર અંગે જાતે તપાસ કરી
- દર્દીઓને ફળ, લીંબુ શરબત અને છાસનું વિતરણ કરવામાં આવ્યું
બારડોલી(સુરત) :આરોગ્ય રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાન અંતર્ગત કાર્ય શરૂ કર્યુ હતું. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ચરોતરીયા સમાજની વાડી સ્થિત કોવિડ કેર સેન્ટર, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ રેફરલ કોવિડ સેન્ટર અને મહુવા તાલુકાના તરસાડીમાં માલીબા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. આરોગ્ય સુવિધાઓ અને દર્દીઓને અપાતી સારવાર અંગે જાતે તપાસ કરી હતી. આરોગ્ય પ્રધાને કોવિડ વોર્ડમાં જઈને દર્દીઓની ખબરઅંતર પૂછી ઝડપથી સ્વસ્થ થાય એવી શુભકામના વ્યક્ત કરી હતી.
પ્રધાને પલસાણા, બારડોલી અને મહુવા તાલુકાના ગ્રામજનો, કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના તબીબી સ્ટાફ, સ્વયંસેવકો અને કર્મયોગીઓ સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધાર્યું હતું. ત્રણે આઈસોલેશન સેન્ટરોમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ દર્દીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ, ભોજન, પાણી અને દવા સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચના આપી હતી.
આ પણ વાંચો : રાજયના ગૃહ પ્રધાને ખેડાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સમીક્ષા કરી