ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં વેચાણવેરા વિભાગના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

સુરત: વેચાણવેરા વિભાગમાં જમા ડિપોઝીટ મેળવવા અરજદાર પાસેથી રૂપિયા 2500ની લાંચ સ્વીકારતા જુનિયર ક્લાર્કને સુરત એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

By

Published : Sep 22, 2019, 9:58 PM IST

સુરતમાં વેચાણવેરા વિભાગના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીના જણાવ્યાં અનુસાર ચાર વર્ષ પહેલાં કુંડલી ઈંપેક્ષ નામથી વેચાણવેરા ભવનમાં તેઓએ ટીન નંબર મેળવવા અરજી કરી હતી. જ્યાં વેચાણવેરા ભવનમાં ભરેલ રૂપિયા 45000 જેટલી ડિપોઝીટ પેટે પરત મેળવવા ફરિયાદીએ અરજી કરી હતી, કે જુનિયર ક્લાર્ક મુકેશકુમાર રમણલાલ પંડ્યાએ ડિપોઝીટ પરત અપાવવા માટે અરજીની કાર્યવાહી કરવા 2500ની લાંચની માંગણી ફરિયાદી પાસે કરી હતી.

સુરતમાં વેચાણવેરા વિભાગના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા

સુરત ACB ફરિયાદના આધારે છટકું ગોઠવી વેદ રોડ ખાતેથી જુનિયર ક્લાર્ક કમલેશ પંડ્યાને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ ACB દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યાં રિમાન્ડ દરમિયાન આરોપીની મિલકત સંબંધી તપાસ કરવામાં આવે તેવી શકયતા રહેલી છે.

ABOUT THE AUTHOR

...view details