સુરતઃ કોસંબા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીગમાં હતા તે દરમિયાન કીમ ચાર રસ્તા પર પરિવારથી વિખૂટો પડેલ બાળક મળી( Cosamba police found the child)આવ્યું હતો. પોલીસે પરિવારનો સંપર્ક કરી ખરાઈ કરી બાળકને સોંપ્યો હતો.
પરિવારથી વિખૂટો પડેલ બાળક મળી આવ્યું- કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા (Cosamba Police Patroling)હરેશ રબારી સહિતના પોલીસ જવાનો પેટ્રોલીગમાં હતા તે દરમિયાન શિવ શક્તિ હોટેલ નજીક પહોંચતા એક બાળક પર નજર પડી હતી. જે બાળકની આજુબાજુ કોઈ હતું નહીં અને એકલું જ બેઠું હતું પોલીસે બાળક પાસે જતા બાળકની પૂછપરછ કરી હતી પણ બાળક માનસિક અસ્થિર અને બોલી શકતું ન હોવાથી બાળકનો પરિવાર સાથે ભેટો કરાવવો મુશ્કેલ હતો.
આ પણ વાંચોઃSurat Police Cycle Patrolling: સુરત પોલીસે સ્થાનિકો લોકો સાથે રાત્રે સાયકલ પેટ્રોલિંગની પહેલ શરૂ કરી
બાળકના હાથ પર મોબાઈલ નંબર લખેલું ટેટુ મળી આવ્યું -બાળક અસ્થિર મગજનો તેમજ બોલી નહિ શકતા પોલીસ જવાનો બાળકને કોસંબા આઉટ પોસ્ટ ખાતે લાવ્યા હતા અને બાળકની તપાસ કરતા તેના હાથના ભાગે મોબાઈલ નંબરનું ટેટુ મળી આવ્યું હતું જે નંબર પર પોલીસે સંપર્ક કરતા બાળકના પિતાનો નંબર હોવાનું જણાવ્યું હતું કે મૂળ પંજાબના લુધિયાના અને હાલ સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં બાળક તેઓના કાકા સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા બાળકના કાકાનો સંપર્ક કરી પોલીસ સ્ટેશનમાં બોલાવી પૂરતી ખરાઈ કરી બાળકને સોંપ્યો હતો. આમ કોસંબા આઉટ પોસ્ટના પોલીસ કર્મીઓના કારણે પરિવારથી વિખુટા પડેલા બાળકનું મિલન થયું.
આ પણ વાંચોઃMissing Girl Found in Surat : 4 વર્ષની બાળકી ગુમ થઈ અને પોલીસે 20 મિનિટમાં શોધી સોંપી દીધી