ગુજરાત

gujarat

ETV Bharat / state

હજીરા ખાતે ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચતા NGT એ નોટિસ ફટકારી - નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ

હજીરા ખાતે આવેલા બે ઔદ્યોગિક એકમોના કારણે જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતું હતું. જેથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે બંને કંપની અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને નોટિસ ફટકારી છે.

Etv Bharat, Gujarati News, Surat News
હજીરા ખાતે ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચતા NGT એ નોટિસ ફટકારી

By

Published : Jan 10, 2021, 9:31 AM IST

સુરત: હજીરા ખાતે આવેલા બે ઔદ્યોગિક એકમોના કારણે જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતું હતું. જેથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે બંને કંપની અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને નોટિસ ફટકારી છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને પર્યાવરણને નુકસાન થતી ફરિયાદ મળી હતી

હજીરાની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા મોટા પ્રમાણમાં જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. કંપનીએ 25 હેક્ટર જંગલની જમીન પર કન્ટેનર યાર્ડ અને પોર્ટ બેકઅપ સુવિધાઓ માટે વન મંજૂરી લીધી હતી. આ જંગલ વિસ્તારમાં ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનના નકશા પ્રમાણે સીઆરઝેડ-1બી વિસ્તારમાં આવે છે. તેથી સીઆરઝેડનું ક્લિયરન્સ લેવાનું થાય છે, પરંતુ કંપનીએ સી.એફ,એસ. લીધું નહોતું. આ વિસ્તારમાં જોખમી કચરો જેવો કે ચૂનો, સ્લેગ, કોરેક્સ પ્લાન્ટનો હેવી મેટલ, બેરિંગ વેસ્ટ સહિતનો ઝેરી કચરો ઠાવતા પર્યાવરણને નુકસાન થયું હતું. આ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને પર્યાવરણને નુકસાન થતી ફરિયાદ મળી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે કંપનીની ગંભીર ક્ષતિઓ કરી છે

પર્યાવરણને ગંભીર નુકસાન થતાં NGT એ આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપનીને નોટિસ ફટકારી હતી. એટલું જ નહીં GPCB ને પણ નોટિસ ફટકારી હતી. GPCB એ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરી દીધો છે. તપાસમાં જાણવા મળ્યું કે, કંપનીની ગંભીર ક્ષતિઓ કરી છે. આ કેસ અંગે આગામી ચોથી ફ્રેબ્રુઆરીના રોજ NGT માં વધુ સુનાવણી હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details