સુરત : લૉકડાઉનના કડક અમલ માટે દેશમાં પહેલીવાર સોશિયલ ડિસ્ટન્સ નહિ રાખનારા લોકો સામે સુરત પાલિકાએ કડક કાર્યવાહી શરુ કરી છે. 100 રૂપિયા વ્યક્તિદીઠ દંડ પેટે 247 નાગરિકો પાસેથી રૂપિયા 24700 રૂપિયા વસુલ કરવામાં આવ્યો છે.
શહેરમાં અત્યાર સુધી કોરોનાના 17 પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુનિ. કમિશનર બછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે, 14 જેટલા નવા કેસ ઉમેરાયા છે.જેમાં 3 કેસ પોઝીટીવ આવ્યા છે.જયારે 11 નેગેટિવ આવ્યા છે.તેમજ આજ દિન સુધી 1292 જેટલા લોકોને હોમ કોરોન્ટાઈન હેઠળ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 111 જેટલા લોકો સમરસ હોસ્ટેલના કોરોન્ટાઈન હેઠળ છે. તો કુલ 1410 જેટલા લોકો ક્વોરોન્ટાઇન હેઠળ છે.કોમ્યુનિટી મોનીટરીંગ માટે હેલ્પ લાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.હેલ્પ લાઇન નંબરથી 767 જેટલા લોકોની માહિતી આવી છે.આજદિન સુધી 1983 લોકોએ સેલ્ફ ડિકલેરેશન કર્યું છે.ભારતભરમાં પૈકી સુરતમાં સૌથી વધુ સેલ્ફ ડિકલેરેશન થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ઝાંપા બજાર હાથી ફળિયાના કોરોના પોઝિટિવ દર્દી રમેશચંદ્ર રાણાના સંપર્કમાં આવેલા 80 વર્ષના સાસુ દયાકોર ચપડીયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.