ગુજરાત

gujarat

ETV Bharat / state

કતારગામમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાતાં સુરત પાલિકા કમિશનર સહિત મેયરે સ્થળ સમીક્ષા કરી - કતારગામ

સુરતના કતારગામ વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં સૂરત પાલિકા કમિશનર સહિત મેયર તેમ જ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સ્થળની મુલાકાત લઇને સમીક્ષા કરી હતી.

કતારગામમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાતાં સૂરત પાલિકા કમિશનર સહિત મેયરે સ્થળ સમીક્ષા કરી
કતારગામમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાતાં સૂરત પાલિકા કમિશનર સહિત મેયરે સ્થળ સમીક્ષા કરી

By

Published : Jun 25, 2020, 7:35 PM IST

સુરત: કોરોનાના વધતાં કેસોને લઈ સૂરત પાલિકા દ્વારા શહેરમાં વીસ જેટલા ધન્વંતરી રથની સુવિધા ઉભી કરવામાં આવી છે. મેડિકલ ટીમ, તબીબ સાથે દવાની સામગ્રીથી સજ્જ ધન્વંતરી રથના સહયોગથી સંક્રમિત વિસ્તારોમાં જઇ લોકોના ઘરેઘરે તબીબી તપાસ કરવામાં આવી રહી છે.

કતારગામમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાતાં સૂરત પાલિકા કમિશનર સહિત મેયરે સ્થળ સમીક્ષા કરી
લોકડાઉનના પાંચમા તબક્કા બાદ સુરતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેમાં ખાસ કરીને લીંબાયત બાદ કતારગામ વિસ્તાર કોરોના પોઝિટિવના વધતાં કેસોને લઈ હોટસ્પોટ બન્યું છે. કતારગામના જેકેપી નગરમાં કોરોનાના વધતાં કેસો અંગે પાલિકા કમિશનર સહિત સૂરત મેયરે ચિંતા વ્યક્ત કરી છે. આજે બુધવારે પાલિકા કમિશનર બંછાનિધિ પાણી અને સુરત મેયર જગદીશ પટેલે આ વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. કોરોનાના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગની ટીમને બનતાં પ્રયાસો હાથ ધરવા સૂચનાઓ આપી હતી. સુરતના કતારગામ સહિત અલગઅલગ ઝોનમાં જે પ્રકારે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે તેને જોતાં પાલિકાએ ધન્વંતરી રથની વ્યવસ્થા ઉભી કરી છે.

સુરત શહેરમાં 20 જેટલા ધન્વંતરી રથ શરૂ કરાયાં છે. જેમાં મેડિકલ ટીમ, તબીબ, દવા જેવી સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ધન્વંતરી રથના સહયોગથી ઘરેઘરે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સંક્રમિત વિસ્તારોમાં આ રથ ખૂબ ઉપયોગી બની રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details