ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા

બારડોલી નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેશ કાયસ્થે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. સતત બે ટર્મથી પાર્ટી દ્વારા અવગણના થતાં તેમણે હવે કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં બારડોલી ભાજપને મોટો ઝટકો આપ્યો છે.

બારડોલી નગરપાલિકાના માજી કારોબારી અધ્યક્ષ ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા
બારડોલી નગરપાલિકાના માજી કારોબારી અધ્યક્ષ ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા

By

Published : Feb 13, 2021, 6:08 PM IST

  • દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાતાં ભાજપને મોટો ઝાટકો
  • કોંગ્રેસના મેન્ડેટ પર વૉર્ડ નંબર 9માંથી કરશે ઉમેદવારી
  • મારા પર કોઇ ડાઘ નથી એટલે મને ટિકિટ મળી નથીઃ રાજેશ કાયસ્થ

સુરત : ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી નગરપાલિકામાં કેટલાક જૂના જોગીઓની અવગણના કરવામાં આવતાં ભાજપના કાર્યકર્તોઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્રણ ટર્મ સુધી બારડોલી નગરપાલિકામાં કારોબારી ચેરમેન રહેનાર રાજેશ કાયસ્થ ઉર્ફે મુન્નાભાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે વૉર્ડ નંબર 3, 4 અને 7 નંબરમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપ દ્વારા જાહેર થયેલા નામોની યાદીમાં તેમનું નામ નહીં આવતા નારાજગી દર્શાવી હતી.

ગત ટર્મમાં પણ ટિકિટ ન મળતા નારાજ હતા

ગત ટર્મમાં પણ ભાજપ દ્વારા રાજેશ કાયસ્થને ટિકિટ આપવામાં આવી ન હતી. આથી તેમને જે તે સમયે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ત્યારે તેમની અપક્ષ ઉમેદવાર તરીકે હાર થઈ હતી. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ વખતે પણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ તેમને પક્ષ પાસે ટિકિટની માગ કરી હતી, પરંતુ મોવડી મંડળ દ્વારા તેમની અવગણના કરીને ટિકિટ નહીં આપવામાં આવતા તેમને રોષે ભરાયા હતા. શુક્રવારના દિવસે તેમને કોંગ્રેસમાં જોડાયા હતા અને વૉર્ડ નંબર 9માંથી ચૂંટણી લડશે તેમ જાણવા મળ્યું રહ્યું છે.

ભાજપે મારી કદર ન કરીઃ રાજેશ કાયસ્થ

ભાજપે મારી કદર ન કરીઃ રાજેશ કાયસ્થ

રાજેશ કાયસ્થે જણાવ્યુ હતું કે, તેમને ભાજપના પાયાના કાર્યકર હતા, પરંતુ પાર્ટીએ તેમની કદર ન કરી. હાલમાં જેમને ટિકિટ અપાય છે, તેમાંથી એક પણ વ્યક્તિ પાલિકા ચલાવી શકે એમ નથી. પાયાના કાર્યકર્તા હોવા છતાં અમારી સતત અવગણનાને કારણે તેમને વિધિવત કોંગ્રેસમાં જોડાયાં હતાં અને કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ કરી છે.

પાર્ટીમાં પ્રામાણિક માણસનું કામ નથીઃ રાજેશ કાયસ્થ

રાજેશ કાયસ્થે વધુમાં જણાવ્યું હતું કે ભરતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં સગાવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને લાગવગ કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. પ્રામાણિક વ્યક્તિને પક્ષમાં કોઈ સ્થાન નથી. તેમના પર કોઇ ડાઘ નથી એટલે મને ટિકિટ મળી નથી.

ABOUT THE AUTHOR

...view details