સુરત: રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના થઇ ગઇ છે. જેના પગલે શહેરમાં રહેતા યુપીના શ્રમિકો માટે આજરોજ મંગળવારે મોટી રાહત મળી છે. કારણ કે, એક જ દિવસમાં યુપી જવા માટે ત્રણ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી.
સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા રવાના...
શહેરથી પ્રથમ ટ્રેન યૂપી જવા રવાના થઇ છે. જેના પગલે પરપ્રાંતિયોને રાહત મળી છે. કારણ કે આજરોજ મંગળવારે યુપી જવા માટે ત્રણ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી.
રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા રવાના
છેલ્લા કેટલાક સમયથી પોતાના વતન જવા માટે માગ કરી રહેલા પરપ્રાંતિયોઓને હવે ટ્રેન મારફતે પોતાના વતન જઈ શકશે. 1200 જેટલા યાત્રીઓને લઇ આ ખાસ ટ્રેન સુરતથી પ્રયાગરાજ માટે બપોરે રવાના થઈ હતી.
લોક રોષ બાદ હવે યુપીની ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો હતો. નિર્ણય બાદ આજે પ્રથમ ટ્રેન સુરતથી પ્રયાગરાજ દોડાવવામાં આવી હતી. જેમાં 1200 જેટલા યુપીવાસીઓએ આ ટ્રેનનો લાભ લીધો હતો. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે લોકોના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો.