સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા જોઈ લોકો સ્તબ્ધ રહી ગયા હતાં. જ્યારે કોર્ટ બહાર પોલીસ આરોપીના સગા વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો. કોર્ટમાં લાવવામાં આવેલા આરોપીને પરિવારજનો મળવા જતા પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. આરોપીને પરિવારજનો મળવા જતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. આરોપીના પરિવારજનોએ પોલીસ વાહન રોકી હોબાળો મચાવ્યો હતો. જેમાં પરીજનો પોલીસની બસ આડે સુઈ ગયાં હતાં.
ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર આરોપીના પરિવારજનો પોલીસના વાહન આડે સૂઈ જઈ હોબાળો કર્યો - SURAT CRIME NEWS
સુરતઃ અઠવા લાઇન્સ ખાતે આવેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર આરોપીના પરિવારજનો પોલીસ વાહન આડે સૂઈ ગયા હતા. ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર પોલીસ આરોપીના સગાની ઝપાઝપી બાદ આ દ્રશ્યો સર્જાયા હતાં.
etv bharat news
રસ્તા પર વધતાં હોબાળાને કારણે ઉમરા પોલીસ મથકથી પોલીસની વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે, આરોપીના સંબંધીઓ વરસતા વરસાદમાં રોડ પર આડા સૂઈ ગયાં હતાં. આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.