ગુજરાત

gujarat

ETV Bharat / state

Exclusive: રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે - બોક્સર

સુરત: યુવતીઓ એવી રમતો પસંદ કરે છે જેમાં યુવાનોનું પહેલાથી વર્ચસ્વ રહ્યું છે. આવી જ એક રમત છે બૉક્સિંગ. શહેરમાં રહેતી આરતી ગુજરાત તરફથી રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપ રમવા જઈ રહી છે. આરતીના પિતા રિક્ષાચાલક છે અને તેની આજીવિકાની સાથે પરિવારનું ભરણપોષણ કરે છે. આ ઉપરાંત આરતીને રાષ્ટ્રીય કક્ષાની બોક્સર પણ બનાવી દીધી છે. પિતા-પુત્રીની આ અનોખી કહાની સમાજ માટે પ્રેરણા દાયક છે.

રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

By

Published : Dec 9, 2019, 12:26 AM IST

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા બોક્સિંગ સ્ટેડિયમમાં સતત પ્રેકટીસ કરનાર આરતી આવનારા નેશનલ કક્ષાની યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે તે ચારથી પાંચ કલાક સુધી મહેનત કરી રહી છે. આરતી નોકરી પણ કરે છે અને નોકરી પૂરી કર્યા બાદ પ્રેક્ટિસ પણ કરે છે. મેરી કોમના જીવનમાંથી પ્રેરણા લઈ તેની જેમ પોતે પણ પરિવાર અને નોકરીની સાથે બોક્સિંગનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે.

રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

આરતી નેશનલની સાથે ઓલમ્પિકમાં પણ રમવા ઇચ્છે છે જેને કારણે તે મહેનત કરે છે. આરતી નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક વખત સિલ્વર અને બ્રોન્ઝ પણ મેળવી ચૂકી છે. આરતીના પિતાએ જિંદગીમાં વોચમેનનીથી લઇ રેલવે સ્ટેશન પર વાસણ ધોવાની સાથે તેઓ હાલ રીક્ષા ચલાવી રહ્યા છે. ચાર બાળકો હોવા છતાં તેઓ ક્યારેય પણ આરતીને મહેસૂસ થવા દેતા નથી કે ઘરમાં આર્થિક સંકળામણ છે, તેને બોક્સિંગમાં જરૂરિયાતની વસ્તુઓ મળી શકશે નહીં આરતીને જે પણ વસ્તુઓની જરૂર હોય, અથવા દેશમાં કોઈપણ જગ્યાએ ટુર્નામેન્ટ રમવા જવાની હોય તેનો તમામ ખર્ચ અત્યાર સુધી તેના પિતાએ ઉઠાવ્યો છે.

બોક્સિંગ અને સ્ત્રી' મોટેભાગે આ કોમ્બિનેશન કોઇ રીતે શક્ય ન હોય તેવી લાગી રહ્યુ હશે પણ સુરતની સિનિયર નેશનલ રમી ચૂકેલી આરતી એકવાર ઘૂંટણની ઈન્જરી કરાવી હોવા છતા હાર નહી માની અને બોક્સિંગમાં પરત ફરી યુવાઓ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details