વરાછા ઝોનમાં સ્ટાફ અને સાધોનની અછત-પુરાવાની માંગ સાથે કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા આજે મહાનગરપાલિકાની કચેરી બહાર ધરણાં પર બેઠા છે. કોર્પોરેટર દિનેશ કાછડિયા વારંવાર ધરણા પર બેસવા માટે જાણીતા બની ગયા છે.
સ્ટાફ અછતના મુદ્દે સુરતમાં કોંગી કોર્પોરેટર ધરણાં પર બેઠા - sweta singh
સુરતઃ કોંગ્રેસના કોર્પોરેટર મહાનગરપાલિકાની કચેરીની બહાર ધરણાં પર બેઠાં છે. વરાછા ઝોનમાં આવેલા ભાગ A અને ભાગ Bના વિસ્તારમાં સાધનો અને સ્ટાફની અછતના મુદ્દે તેઓ વિરોધ નોંધાવી રહ્યાં છે.
પ્
આ વખતે તેમની પાસે કોંગ્રેસના એકપણ કાર્યકર્તા ધરણાં પ્રદર્શનમાં જોડાયા નથી.
વરાછા ઝોન વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાને કારણે ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વારંવાર માંગણી કરવા છતાં જુનો સ્ટાફ અને જુના સાધનોથી જ ચલાવાય છે. જેનાથી નારાજ થયેલા કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયા મનપાનો વિરોધ કરી રહ્યાં છે.