સવાણી યુનિવર્સિટી અને એન.જે ઈન્ડિયા ગૃપ વચ્ચે અભ્યાસક્રમમાં થયો કરાર - cource
સુરતઃ પી.પી. સવાણી યુનિવર્સિટી અને એન.જે ઇન્ડિયા ગૃપ વચ્ચે સમજૂતી કરાર થયા છે. જે ભારતની અગ્રીમ ફાઈનાન્સ સર્વિસ કંપનીઓમાંની એન જે ઇન્ડિયા ગૃપ વચ્ચે 6 જૂનના રોજ કરાર થયો છે. જેથી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વેલ્થ મેનેજમેન્ટ સાથેના બીકોમની શરૂઆત થઈ રહી છે.
સવાણી યુનિવર્સિટી અને એન.જે ઇન્ડિયા ગ્રૂપ વચ્ચે અભ્યાસક્રમમાં થયો કરાર
દક્ષિણ ગુજરાતના કોસંબા નજીક આવેલી પી.પી.સવાણી યુનિવર્સિટી અને ફાઇનાન્સ સર્વિસ કંપનીઓમાંથી એક એવી એન જે ઇન્ડિયા ગ્રુપ કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ 2019 થનાર બી.કોમ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને આજના સમયની જરૂરિયાત પ્રમાણે નાણાકીય સેવાઓ અને વેલ્થ મેનેજમેન્ટ પ્રેક્ટિકલ તાલીમ આપવાનો છે. પી પી સવાણી યુનિવર્સિટીના નેજા હેઠળ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ દ્વારા બીકોમનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.