આજનાઆધુનિક યુગમાં ટેકનોલોજીનોબહોળો ઉપયોગ થઈ રહ્યો છે, અને આ ટેકનોલોજીલોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત પણ થઈ રહી છે. જેનો કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. સુરતમાં વૈભવી કારની ચોરી થયા બાદ તેમાં લાગેલી GPS સિસ્ટમનાકારણે કારનું લોકેશન મળી આવ્યું અને કાર બાદમાં પોલીસ ને બિનવારસી હાલતમાં મળી આવી હતી. સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર અશોક આધેવડની તેમના એપાર્ટમેન્ટ નીચેથી વૈભવી ફોર વ્હીલ કારની ચોરી થઈ ગઈ હતી. બુધવારના મળસ્કેના ચાર વાગ્યાની આસપાસ આ કારની ચોરી થતા ઘટનાની જાણ અશોક ભાઈને થઈ હતી. જ્યાં વરાછા પોલીસ મથકમાં તેમણે ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સુરતના કોંગી ઉમેદવારની કાર ચોરાઇ, પોલીસે GPSની મદદથી શોધી
સુરત: લોકસભા બેઠકના કોંગી ઉમેદવારની વૈભવી કાર મોડી રાત્રે અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે કારમાં લાગેલી GPS સિસ્ટમના કારણે કારનું લોકેશન ગાંધીનગર ખાતેનું મળતા કોંગી નેતાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ગાંધીનગર નજીક બિનવારસી હાલતમાં કાર મૂકી ચોર શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યાં GPS સિસ્ટમના કારણે કારનું લોકેશન મળતા વરાછા પોલીસે કાર કબ્જે કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કારની ચોરી કરનાર ચોર શખ્સો CCTVમાં પણ કેદ થયા છે, જ્યાં આરોપીઓ સ્વીફ્ટ કારમા આવ્યાં હોવાનું ફૂટેજ પરથી બહાર આવ્યું છે.
પોલીસે કંટ્રોલ રુમ અને રાજ્યના ચેક-પોસ્ટ નાકાઓ પર કાર ચોરીની જાણકારી આપી હતી. જો કે અશોક આધેવડ એ કારમા ફિટ કરેલી GPSસિસ્ટમ પોલીસ માટે સૌથી મહત્વનીકડી સમાન સાબિત થઈ હતી. કારમા GPS સિસ્ટમ હોવાથી પોલીસને કારનું લોકેશન ગાંધીનગર નજીકનું મળ્યું હતુ. જ્યાં પોલીસની અલગ-અલગ ટીમો પણ તપાસના કામે લાગી હતી. GPSસિસ્ટમના આધારે કારનું લોકેશન મળતા વરાછા પોલીસની ટીમ ગાંધીનગર સ્થિત ક્લોલ પોહચી હતી. જ્યાં બિનવારસી હાલતમાં પોલીસને કોંગી નેતાની કાર મળી આવી.આરોપીઓએ કાર કોઈ ગુનાને અંજામ આપવા માટે ચોરી હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ પણ શરૂ કરી છે.
કાર ચોરીની ઘટનાના CCTVફૂટેજમાંપણ સામે આવ્યા છે. જે ફુટેજની અંદર સ્વીફ્ટ કારમા આવેલા કાર ચોરીના ત્રણ જેટલા આરોપીઓ કેદ થયા છે. જો કે CCTV ફુટેજની અંદર આરોપીઓના ચહેરા સ્પષ્ટ ન દેખાતા આરોપીઓની ઓળખ મેળવવી પોલીસ માટે મુશ્કેલ બની છે. અશોક આધેવડ દ્વારા કારમા લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમ પોલીસને કારનું પગેરું મેળવવામાં સફળ સાબિત થઈ છે.