ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં યુવાન પોતાના જ જેકેટથી ટેમ્પાની પાછળ ફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવ્યો - સુરત પોલીસ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક યુવાન પોતાના જ જેકેટથી ટેમ્પાના પાછળના હુકમાં ફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવતા તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા.

સુરતમાં યુવાન પોતાના જ જેકેટથી ટેમ્પાની પાછળ ફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવ્યો
સુરતમાં યુવાન પોતાના જ જેકેટથી ટેમ્પાની પાછળ ફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવ્યો
author img

By

Published : Dec 29, 2020, 10:05 AM IST

  • સુરતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર
  • પોતાના જ જેકેટથી ટેમ્પા પાછળ ફાંસો લાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • સુરત પોલીસે તપાસ હાથ ધરી

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક યુવાન પોતાના જ જેકેટથી ટેમ્પાના પાછળના હુકમાં ફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવતા તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી છે.

બે વર્ષ પહેલાં રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો

સુરત શહેરના પાંડેસરા ગંગા નગર પાસે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ટેમ્પાની પાછળ પોતાના જ જેકેટથી ટેમ્પાના પાછળના હુકમાં ફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવતા તમામ આશ્ચર્યમાં પડી ગયા છે. મૃતક શંકર જૈના ઓરિસ્સાવાસી હોવાનું અને સંચાખાતાનો કારીગર હોવાનું બહાર આવ્યું છે. બે વર્ષ પહેલાં રોજગારીની શોધમાં સુરત આવેલા શંકરના આશ્ચર્યજનક મોતને લઈ આત્મહત્યા કે હત્યાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. વધુમાં આજે (મંગળવાર) વહેલી સવારે લગભગ 4 કલાકે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ સવારે 8 કલાકે પોલીસે મૃત હોવાની જાણ કરી હતી. શંકર સંચાખાતાનો કારીગર હતો. ચાર ભાઈઓમાં નાનો ભાઈ હતો. શંકરના મોતને લઈ પોલીસ પણ મૂંઝવણમાં છે. અજ્ઞાત વ્યક્તિએ જાણ કર્યા બાદ પોલીસ ઘટનાસ્થળે ગઈ હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે

શંકર નામનો વ્યક્તિ ફાંસો લાગેલી હાલતમાં મળી આવ્યો હતો. ઠંડીનું જેકેટ ટેમ્પાના પાછળના હુકમાં ભેરવાઈ જતા ફાંસો લાગી ગયો હોવાનું હાલ અનુમાન છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

ABOUT THE AUTHOR

...view details