વર્ષ 2008માં મુંબઈમાં રજીસ્ટ્રેશન કરાવી ફ્રીનોમીનલ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ કંપનીના ચેરમેન નંદલાલ કેસર સિંગ, વાઇસ ચેરમેન એમ.એ. નાથર, મેનેજિંગ ડિરેક્ટર એમ.કે. સિંગ, ગુજરાત ઝોનલ ડિરેક્ટર અમરનાથ તિવારી, ગુજરાત ઝોન મેનેજિંગ ડિરેક્ટર પ્રભાકર મિશ્રાએ મળી યુપી ,પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ સહિતના વિવિધ આંતરરાજ્યમાં પોતાની કંપનીની બ્રાન્ચ ઓફિસો શરૂ કરી હતી.
આ ઉપરાંત વિદેશોમાં પણ 2 જુદી-જુદી જગ્યાએ સેમિનાર અને મીટીંગનું આયોજન કરી પ્રથમ ફ્રીનોમિનલ હેલ્થ કેર પ્રથમ ફ્રીનોમિનલ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ તેમજ ફ્રીનોમિનલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું રજીસ્ટ્રેશન બાદ એન. એસ. કે. કોર્પોરેશન લિમિટેડ તથા ગુજરાત પ્રિનો હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના નામથી લોકોને પોતાની કંપનીમાં વધુ રોકાણ કરાવવા માટે જાહેરાતો કરવામાં આવી હતી.
આ દરમિયાન સચિન સી.આર.પાટીલ નગર પાસે લક્ષ્મી વિલા ટાઉનશિપમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા રામનયન રામતીર્થ પાંડે દ્વારા રૂપિયા 2.58 લાખ રોકવામાં આવ્યા હતા.રામનયનએ પોતાના સભ્યો બનાવીને રૂપિયા 15 લાખનું રોકાણ કર્યું હતું,તથા તેમની ટીમ દ્વારા રૂપિયા બે કરોડ મળી રૂપિયા 2.17 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.