ગુજરાત

gujarat

ETV Bharat / state

‘એક કા ડબલ’ કરવાની લાલચ આપી છેતરપિંડીં કરતા આરોપીની ધરપકડ

સુરત: જિલ્લામાં એકના બદલે ડબલ કરી આપવાની લાલચ આપીને લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ચાર વર્ષથી નાસતો ફરતો આસ્થા ગ્રૂપના એમડીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

સુરતમાં છેતરપીંડીં કરતો આરોપીની ધરપકડ

By

Published : May 16, 2019, 12:22 PM IST

આમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે અને સૂરતમાં આસ્થા ગ્રુપના નામે લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ મામલે કંમ્પનીના એમડીની ધરપકડ કરી છે. જ્યારે સુરતમાં 2013માં આસ્થા ગ્રૂપના નામે લોકોને રકમ ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને સૂરતમાં 2013માં 167 લોકો પાસેથી 11.70 કરોડની રકમ લઈ છેતરપીંડી કરી આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 2013માં 11 આરોપીની ધરપકડ કરી હતી. તે પકડાયેલ આરોપી અર્જુન ચૌહાણ કંપનીમાં એમડી તરીકે ઓળખ બતાવી છે.

સુરતમાં છેતરપીંડીં કરતો આરોપીની ધરપકડ

આ કંપની દ્વારા સમગ્ર દેશમાં 17 રાજ્યમાં ગુનો આચાર્યો છે. આ આરોપી અર્જુન 2013થી નાસ્તો ફરતો હતો, તે અલગ અલગ રાજયમાં વેશ બદલીને ફરતો હતો. આ કેસમાં પોલીસે કુલ 12 આરોપીની ધરપકડ કરી છે અને હજુ 5 આરોપી પકડવાના બાકી છે.

ABOUT THE AUTHOR

...view details