ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો બોલો, સુરતમાં બહાર આવ્યું બાકડા કૌભાંડ! - rti

સુરત: લોકસભા બેઠકના ઉમેદવાર અને વર્તમાન સાંસદ દર્શના જરદોષ સામે બાકડા વિવાદ ફરી વકર્યો છે. દર્શના જરદોષ દ્વારા એમ.પી.લેડ્સના નિયમો વિરુદ્ધ જઇ કુલ 4224 જેટલા બાંકડા પાછળ 1.69 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો હોવાના આરોપ સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇને આ અંગે સુરતના કુલ 9 પોલીસ મથક સહિત સુરત પોલીસ કમિશ્નરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 12, 2019, 10:35 AM IST

સુરતના આરટીઆઇ એક્ટિવસ્ટ સંજય ઇઝાવા સહિત શહેરના અન્ય જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા પંદર દિવસથી સુરત લોકસભા મત વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં જઈ બાંકડાઓ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાં સુરત લોકસભા મત વિસ્તારની સોસાયટીઓમાં મુકવામાં આવેલ બાંકડાઓ અંગે સર્વે કરાતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. કેટલીક સોસાયટીના લોકોનું કહેવું છે કે બાંકડાઓ ચોરી થઈ ગયા છે, જ્યારે કેટલીક સોસાયટીના લોકોના જણાવ્યાનુસાર સોસાયટીમાં બાંકડાઓ જ મૂકવામાં આવ્યા નથી.

સુરતમાં બાકડા કૌભાંડ સામે આવ્યું

વર્ષ 2016- 17 દરમ્યાન દર્શના જરદોષ દ્વારા કુલ 4224 જેટલા બાંકડા શહેરની સોસાયટીઓ સહિત ઉધાનમાં મુકવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જેની પાછળનો ખર્ચ 1.69 કરોડ બતાવવામાં આવ્યો છે. સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિકોના સર્વેમાં કુલ 60 ટકા જેટલા બાંકડાઓ ચોરાઇ ગયા છે. જેથી સુરતના કુલ 9 પોલીસ મથકો અને શહેર પોલીસ કમિશ્નરને આ અંગે તપાસ કરવા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details