ગુજરાત

gujarat

સુરતના 2 પોલીસકર્મીઓ મોડી રાત્રે મહિલા માટે બન્યા દેવદૂત

By

Published : Dec 19, 2019, 8:51 PM IST

સુરત: શહેરમાં આમ લોકો પોલીસની કામગીરીને લઈ ટીકા કરતા રહે છે, પરંતુ સુરતમાં પોલીસકર્મીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે. તેના વખાણ સમગ્ર શહેરમાં થઈ રહ્યા છે. પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની પ્રેરણાદાયક જાહેરાત વચ્ચે સારોલી ચેક પોસ્ટ પાસે રાત્રે એક વાગ્યે મોપેડમાં પેટ્રોલ પૂરું થઇ જવાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલી સારોલીની મહિલાને જહાંગીરપુરાના કોન્સ્ટેબલ અનુપસિંહે પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને આપવાની સાથે S.R.Pના કોન્સ્ટેબલ જોગાભાઇ દેસાઇ સાથે સાથે બાઇક લઇ ઘર સુધી સલામત રીતે મૂકી આવ્યા હતા.

surat
સુરતના 2 પોલીસકર્મીઓ અર્ધી રાત્રે મહિલા માટે બન્યા દેવદૂત બન્યાં

રીયા પટેલ સારોલીમાં રહેતી પટેલના મોપેડમાં પેટ્રોલ ખલાસ થઇ જતા બંને પોલીસ કર્મચારીઓ મોપેડને ધક્કો મારી ચેક પોસ્ટ પાસે સલામત જગ્યાએ લઇ આવ્યા હતા. પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને મોપેડમાં ભરી આપવાની સાથે પોતાની બાઇક મોપેડની પાછળ ચલાવી ઘર સુધી મૂકી આવ્યા હતા.

ગુજરાત પોલીસને તેની કામગીરીને લઈ રાષ્ટ્રપતિ ચિન્હ આપવામાં આવ્યું છે. ભલે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કારણે પોલીસ વિભાગ બદનામ થયો હોય, પરંતુ અનેક એવી સ્થિતિઓ હોય છે. જ્યાં પોલીસ કર્મચારીઓ માનવતાનો ધર્મ અદા કરે છે. હાલમાં જ હૈદરાબાદમાં બનેલી ઘટના બાદ સુરત પોલીસ કમિશ્નર દ્વારા રાત્રીના સમયે રસ્તે અટવાયેલી મહિલાઓને શહેર પોલીસ દ્વારા મદદ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જેના થોડા જ કલાકોમાં પોલીસે ખરેખર આ કામ કરી બતાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details