ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના યુવાને હૃદયદાન કરી મહિલાને નવજીવન આપ્યું, 280 કિમીનું અંતર 90 મિનિટમાં કાપી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું - Surat yong boy donate heart

સુરતના 22 વર્ષીય બ્રેઇનડેડ મહર્ષ હર્ષદભાઈ પટેલના પરિવારે હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી અમદાવાદનું 280 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ 35 વર્ષીય મહિલામાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.

સુરતના યુવાને હૃદયદાન કરી મહિલાને નવજીવન આપ્યું, 280 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું
સુરતના યુવાને હૃદયદાન કરી મહિલાને નવજીવન આપ્યું, 280 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું

By

Published : Jul 10, 2020, 8:06 PM IST

સુરત: 3 જુલાઇના રોજ મહર્ષ રાત્રે વિહાન ગામથી પોતાના ઘરે કારમાં પરત ફરી રહયો હતો. ત્યારે, વિહાન ગામ પાસે સાઈડ પર ઊભેલી ટ્રક સાથે અકસ્માતે પાછળથી કાર અથડાતા મહર્ષને માથામાં ગંભીર ઇજાઓ થવાથી તેને સારવાર માટે તાત્કાલિક બારડોલીમાં આવેલી સરદાર સ્મારક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની INS હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ.અશોક પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.

સુરતના યુવાને હૃદયદાન કરી મહિલાને નવજીવન આપ્યું, 280 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું
ડોનેટ લાઈફની ટીમએ હોસ્પિટલ પહોંચી મહર્ષના પિતા હર્ષદ, માતા જયા, મામા નિતેશ, તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું હતું. મહર્ષના માતા-પિતાએ જણાવ્યુ કે, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે, શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા મહર્ષના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના વધુને વધુ દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
સુરતના યુવાને હૃદયદાન કરી મહિલાને નવજીવન આપ્યું, 280 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું

સુરતની INS હોસ્પિટલથી અમદાવાદની સિમ્સ હોસ્પીટલ સુધીનું 280 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપીને દાનમાં આપેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ 35 વર્ષીય મહિલામાં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. ધીરેન શાહ, ડો.ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.આ મહિલાને દશ વર્ષથી હૃદયની તકલીફ હતી અને તેના હૃદયનું પમ્પીંગ 15 થી 20 ટકા જેટલુ થતું હતું. આ દાન થકી મહિલાને નવજીવન મળ્યું હતું.

સુરતના યુવાને હૃદયદાન કરી મહિલાને નવજીવન આપ્યું, 280 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું
સુરતના યુવાને હૃદયદાન કરી મહિલાને નવજીવન આપ્યું, 280 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું

ABOUT THE AUTHOR

...view details